કોટડા સાંગાણીમાં રહેતા શખ્સે bogus દસ્તાવેજો ઉભા કરી તેના આધારે વિવિધ યોજના હેઠળ 1.40 લાખની સરકારી સહાય મેળવી લઈ સરકાર સાથે છેતરપિંડી કરતાં આ શખ્સ સામે કોટડા સાંગાણી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોં ધાવાઈ છે.
bogus સહી-સિક્કા કરી આવાસ યોજના તથા મનરેગા યોજનાની સહાય ચાઉં કરી જતાં ટીડીઓ દ્વારા ફરિયાદ
કોટડા સાંગાણી તાલુકા વિકાસ અધિકારી રિધ્ધિબેન જયંતિભાઈ પટેલે કોટડા સાંગાણીમાં રહેતા આરોપી હર્ષદ નાથાભાઈ દાફડા સામે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ કોટડા સાંગાણી ગામના ૧૦૦ ચો.વાર પ્લોટની ખોટી સનદ તથા હુકમ બનાવી તેના આધારે ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂા.૧.૨૦ લાખની તથા મનરેગા યોજના હેઠળ રૂા.૨૦,૩૮૧ મળી કુલ ૧.૪૦ લાખની સહાય મેળવી સરકારી તંત્ર સાથે છેતરપીંડી કરી છે.
કોટડા સાંગાણી પોલીસે આરોપી હર્ષદ દાફડા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ કોટડા સાંગાણીના પીઆઈ આર.એમ. રાઠોડ ચલાવી રહ્યા છે.