Wankaner શહેરના ગાયત્રી મંદિર સામે અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર ઇસમોએ મહિલાઓ અને દંપતી સહિત ચારને ૧ માર મારી લોખંડ પાઈપ અને છરી વડે ઈજા પહોંચાડી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
Wankaner: અગરબત્તી કરવા માટે મંદિરે જતાં યુવાનને અટકાવીને ‘સામું કેમ જોવે છે…’ કહી લાફો માર્યા બાદ સમજાવવા જતાં પરિવારજનો પર પણ હુમલો
વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર સામે રહેતા પીન્ટુભાઈ જીણાભાઈ મળદરીયાએ આરોપીઓ શૈલેષ ગંગારામ ચારોલીયા, ગંગારામ નાજાભાઈ ચારોલીયા, સંજય ગંગારામ ચારોલીયા અને હકુ ગંગારામ ચારોલીયા (રહે. બધા વાંકાનેર) વિરુદ્ધફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ સાથે અગાઉ ઝઘડા થયા હતા. જેનું મનદુ:ખ રાખીચારેય ઇસમોએ ગત તા. ૨૬-૧૨ના રોજ ફરિયાદીનો દીકરો વિક્રમ ઉર્ફે રાજવીર મંદિરમાં અગરબતી કરવા જતો હતો. ત્યારે આરોપી શૈલેષ સામે જોતા ‘સમું કેમ જોવે છે’ કહીને લાફો માર્યો હતો.
જેથી સમજાવવા જતા આરોપી છરી લઈને તેમજ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે આવી મારામારી કરી હતી. જેમાં છરી અને ધોકા વડે ફરિયાદી પીન્ટુભાઈને ઈજા કરી તેમજ રેખાબેનને પાઈપનો ઘા ઝીકી તથા જીલુબેનને પાઈપ વડે ઈજા કરી હતી. ફરિયાદીના પતિ હીરૂબેનને ઢીકાપાટું માર મારી ઈજા કરી હતી. વાંકાનેર પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.