જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આમ આદમી પાર્ટી(AAP)એ પણ પોતાના 29 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. આ ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના જનસંઘના પીઢ આગેવાનના હેમાબેન આચાર્યની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ મુલાકાત દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના જનસંઘના પીઢ આગેવાન શ્રી હેમાબેન આચાર્યએ જૂનાગઢ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી જીતે એવા ઇસુદાન ગઢવીને આશીર્વાદ આપ્યા.

ભાજપના જનસંઘના પીઢ આગેવાન હેમાબેન આચાર્યએ ઘણા મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા અને તેમાં સૌથી મહત્વપૂર્ણ સૂચન હતું કે “આમ આદમી પાર્ટીએ ભવિષ્યમાં ભાજપ જેવા કામ ન કરવા. કારણકે ભાજપને પૈસા સિવાય કાંઈ દેખાતુ નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જૂનાગઢમાં વ્યવસ્થા સુધારવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી અને મુખ્યમંત્રીની ત્રણ વખત સૂચના બાદ પણ જુનાગઢ શહેર ભાજપમાં કાંઈ ફેરફાર થયો નથી. સંગઠન મંત્રી આવ્યા હતા, તેણે જે પણ સૂચના આપી હતી તેની પણ કોઈ અમલવારી થઈ નથી” તેમણે વસવસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ભાજપમાં પહેલા કુટુંબભાવના હતી, હવે એવુ ક્યાંય દેખાતુ નથી.” આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુલાકાત બાદ પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના નિવેદન આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ અને સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકર્તાઓમાં ખૂબ જ આત્મવિશ્વાસ વધ્યો છે અને જનતા પણ હવે જુનાગઢ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને વિજય બનાવવા માટે તત્પર છે.