Aam Aadmi Partyસમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે ફેલાઈ રહી છે અને તમામ સમાજના, તમામ ધર્મના, તમામ વર્ગના આગેવાનો તથા બીજી પાર્ટીના ઈમાનદાર નેતાઓ પ્રજાની સેવા કરવા માટે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ કડીમાં વધુ નામ જોડાવા જઈ રહ્યા છે. ગતરોજ Aam Aadmi Partyના સ્થાપના દિવસ નિમિતે જૂનાગઢ જિલ્લાના વંથલીમાંથી કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ ઈરફાન શાહ અને રફિક શાહ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીની કામની વિચારધારા સાથે જોડાયા હતા. આ બંને આગેવાનો આમ આદમી પાર્ટીની અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હી અને પંજાબમાં ફ્રી વીજળી આપી, મફત શિક્ષા અને મફત સ્વાસ્થ્ય વ્યવસ્થા આપી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીના સમયમાં ખૂબ જ રાહત મળી. આ સિવાય આમ આદમી પાર્ટીએ બુઝર્ગોને ચારધામની યાત્રા કરાવી. આ રીતની પ્રજાલક્ષી કામગીરીને જોઈને ઈરફાન શાહ અને રફીક શાહ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીમાં પ્રજા ચોક્કસ પણે આમ આદમી પાર્ટીનો સાથ આપશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.