સમગ્ર દેશમાં અતિદુર્લભ તથા ગુજરાતમાં માત્ર Kutch જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ એટલે કે હેણોતરોના લાંબા ગાળાના સંરક્ષણ માટે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીક ચાડવા રખાલ વિસ્તારમાં હેણોતરોના બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રૂપિયા ૧૦ કરોડની ફાળવવા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
Kutch: બિલાડી કૂળનું પ્રાણી હેણોતરો ૮૦ કિમીની ઝડપે દોડે છે, શિકાર માટે ૧૦ ફૂટ સુધી કૂદકો લગાવે છે
હેણોતરા, બિલાડીના કુળનું એ પ્રાણી જે દસ છોડતું ફૂટ સુધી કૂદકો મારી શિકારને નથી તે હવે રાષ્ટ્રીયસ્તરે લુપ્તપ્રાય વન્યજીવની અનુસૂચિમાં ચાર વર્ષ અગાઉ | મૂકાયું વર્ષનું હતું. હેણોતરાનું આયુષ્ય ૧૨-૧૭ | હોય છે, તે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
Kutchની મહત્વની પ્રાકૃતિક ધરોહર | સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ- | હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ધોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે ક્ષમતા ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટીવીટીની પણ સંભાવના ધરાવે છે. આ ચાડવા રખાલની ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પુર્વ રાજવી પરિવારે રાજ્ય સરકારને સોંપ્યો હતો.