CBI અને મુંબઇ સાયબર ક્રાઈમના નામે કોલ કરીને અમદાવાદના એક દંપતિને ડરાવીને ૭૯ લાખની છેતરપિંડી કરનાર ગેંગના પાંચ સાગરિતોને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સાડા બાર લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં છેતરપિંડીના નાણાં હવાલાથી દુબઈ મોકલવામાં આવતા હતા.
સુરતના સરથાણામાં આવેલા ટાઈમ શોપર કોમ્પ્લેક્સ અને રોયલ આર્કેડ કોમ્પ્લેક્સથી કૌભાંડ ચલાવવામા આવતું હતું અમદાવાદમાં રહેતા એક વ્યક્તિને કોળી વાસ, વઢવાણ) હોવાન જાણ કરીને CBI અને મુંબઇ પોલીસમાં કેસ થયો ધ હોવાનું કહીને ધમકાવીને તેની પત્ની સાથે ડીજીટલ અરેસ્ટ કરીને આરબીઆઇ દ્વારા નાણાંની ચકાસણી કરવાની હોવાનું કહીને ૭૯ લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અગાઉ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા બાદ વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ રવિ સવાણી (રહે.સ્ટાર ધર્મ રેસીડેન્સી, પાસોદરા પાટિયા, સુરત), સુમિત મોરડીયા (રહે. આત્મિય વીલા, કામરેજ રોડ, સુરત), પ્રકાશ ગજેરા (રહે. સાકરથામ સોસાયટી,વરાછા, સુરત), પિયુષ માલવિયા (રહે. ભગવતી કૃપા સોસાયટી, વરાછા, સુરત) અને કલ્પેશ રોજાસરા મળ્યું હતું.
પોલીસે આ સંદર્ભમાં સુરતના સરથાણા જકાત નાકા પાસે આવેલા ટાઈમ શોપર અને રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીઓ ઓનલાઈન છેતરપિંડીના નાણાં અલગ અલગ એકાઉન્ટથી મેળવીને રોકી નામના વ્યક્તિને દુબઈ મોકલી આપતા હતા. આ ઉપરાંત, એકાઉન્ટ હોલ્ડર અને એકાઉન્ટ પ્રોવાઈડરને પણ કમિશન અપાતું હતું. આ અંગે સાયબર સેલના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ચાઈનીઝ ગેંગ સાથે મળીને આરોપીઓ છેતરપિંડી આચરતા હતા. આ કેસમાં ૧૨.૭૫ લાખની રોકડ, ૭૦૮ સીમ કાર્ડ, ૬૪ ચેક બુક, ૩૪ પાસબુક, ૧૮ મોબાઈલ ફોન, દુબઈના મેટ્રો કાર્ડ અને મોબાઈલ સ્વાઇપ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.