પોરબંદરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી જાસૂસી કરનાર માછીમારની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ જાસૂસ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જાસૂસી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનું ખૌફનાક ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. પકડાયેલ માછીમાર યુવકના એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મળતી માહિતી મુજબ પોરબંદર ખાતે એક માછીમાર જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક હનીટ્રેપમાં ફસાઈને પાકિસ્તાની યુવતીને ભારતની સંવેદનશીલ માહિતી પહોંચાડતો હતો . એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડે માછીમાર યુવકના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જાસૂસ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI સાથે સંકળાયેલ હતો. ભારતીય સુરક્ષાની ગતિવિધીઓ લીક કરતો હતો. દરિયાકાંઠા વિસ્તારોની પાકિસ્તાનમાં માહિતી પહોંચાડતો હતો.

ભારતીય કોસ્ટગાર્ડના જહાજોના ફોટા પાકિસ્તાન મોકલતો હતો. આ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને દેશની ગુપ્ત માહિતી ISIને મોકલતો હતો. અવંતિકા પ્રિન્સ નામની પ્રોફાઈલમાં પર જાસૂસ માહિતી મોકલતો હતો. યુવકના સોશિયલ મીડિયા અને બેંક એકાઉન્ટની તપાસ

કરવામાં આવી છે.જાસુસને માહિતીના બદલામાં UPI મારફતે રૂપિયા 6 હજાર મળ્યા હતા. તપાસમાં વ્હોટસએપનું છેલ્લું IP એડ્રેસ કરાચીનું હોવાનો ખુલાસો થયો છે. માછીમારી કરતો જાસૂસ 21 વર્ષિય જતીન પોરબંદરના સુભાષનગરનો વતની છે.