Fire in Vapi : વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આજે એક ગંભીર ઘટના બની હતી, જયાં પરિશ્રમ ફેબ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ કંપનીના અંદર રાખવામાં આવેલ કાપડના મટીરિયલમાં અચાનક આગ લાગતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભાગદોડ મચી ગઈ હતી.

આગ લાગવાની માહિતી મળતા જ વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગે ઝડપભેર કામગીરી કરી અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વાપી GIDC વિસ્તારમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જે સ્થાનિક ઉદ્યોગકારો અને રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

આ પણ વાંચો..