Bagasara: વૃક્ષછેદન બાબતે હવે વનવિભાગ વધુ સક્રિય બન્યો છે. અગાઉ ગોંડલમાં વૃક્ષ કાપવા બદલ આકરો દંડ ફટકારવાની ઘટના બની હતી એ પછી અહી બાયપાસ રોડ પર નવી વીજ લાઈન નાખવા માટે ઈલે.કોન્ટ્રાક્ટરે આડેધડ વૃક્ષછેદન કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે વૃક્ષછેદન ધારા હેઠળ કાર્યવાહી કરી દંડ વસૂલાત કરી છે. ફરી આવી કાર્યવાહી ન કરવાની ચેતવણી આપી.
Bagasara: આર.એફ.ઓએ રૂા.૨૦૦૦નો નજીવો દંડ ફટકારી જામીનમુક્ત કર્યા
બગસરામાં પીજીવીસીએલ દ્વારા નવી | લાઈન નાખવા સમયે હડાળા ચોકડીથી માણેકવાડા તરફના બાયપાસ રોડ પર નવી લાઈન નાખતા સમયે આડેસર વૃક્ષોનો નિકંદન કાઢવામાં આવ્યું હતું. એને પગલે વન વિભાગને મળેલ બાતમીના આધારે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુકાવાવ દ્વારા કામ કરતી કોન્ટ્રાક્ટ કંપનીના મહેશભાઈ ભરતભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી તેમની પાસેથી ૨૦૦૦ નો દંડ વસુલ કરી ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની શરતે જમીન મુક્ત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા શહેર અને તાલુકામાં વનવિભાગ કે મામલતદાર કચેરીની કોઈ મંજૂરી લીધા વગર વૃક્ષો કપાઈ જાય છે. જો કાયદામાં સુધારા કરીને મોટી સજાની જોગવાઈ કરવામાં આવે અને એનો અમલ કરવામાં આવે તો જ આ ખંડનાત્મક પ્રવૃતિને રોક લગાવી શકાય.