Jamnagarમાં ખોજા નાકા બહાર રહેતા વેપારી અને તેના માતા-પિતા ઉપર પાડોશમાંજ રહેતા તેઓના કુટુંબી એવા પિતા-પુત્રએ સોલાર ફીટ કરવાના મામલે તકરાર કર્યા પછી છરી તલવાર અને લોખન્ડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જ્યારે સામા પક્ષે પણ હુમલો કરવા અંગે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Jamnagar તલવાર, છરી, પાઇપથી સામસામે હુમલો કરાતાં બંન્ને પરિવારના ૬ સભ્યો ઘાયલ ખોજા નાકા પાસે | મકાનની આગાસી પર સોલાર ફીટ
Jamnagarમાં વહેવારીયા મદરેસા નજીક રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા અબ્દુલ | રજાક દોદાણીએ પોતાના રહેણાક મકાનમાં સોલાર ફીટ કરાવવાના મામલે તકરાર કરી તલવાર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે પાડોશ માંજ રહેતા પોતાના કુટુંબી | રિયાઝ અલ્તાફભાઈ દોદાણી અને તેના પિતા અલ્તાફભાઈ દોદાણી સામે ફરિયાદ નોંધાવી છે.
હુમલામાં ફરિયાદી | વેપારી અને તેના માતા-પિતા ત્રણેયને ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી | જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે | ખસેડાયા છે. આ હુમલાના બનાવનું કારણ એવું છે કે ફરીયાદિ પોતાના કરાવતા હતા, અને કોમન ચાલીમાંથી વાયરીંગનું કામ કરતા હતા. જેનો પાડોશીઓએ વાંધો ઉઠાવ્યો હતો, અને આ સહીયારી ચાલ છે, તેમ જણાવી તકરાર કરીને આ હુમલો કરી દીધો હતો. જે સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
દરમિયાન સમા પક્ષે પણ અલ્તાફભાઈ યુસુફભાઈ દોદાણીયાએ પોતાના ઉપર અને પોતાના પરિવારના અન્ય બે સભ્યો પર લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરવા અંગે અબ્દુલ કરીમ નૂરમામદ દોદાણી અને મકસુદ અબ્દુલ કરીમ નામના પિતા-પુત્ર સામે વળતી ફરિયાદ નોંધાવી છે