Aam Admi Partyના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં મગફળી આવી ગઈ છે પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ નથી મળી રહ્યા. એક બાજુ કમોસમી વરસાદ, બાદ જન્માષ્ટમીમાં પડેલો વરસાદ, સહાયના નામે મીંડું, સહાયના ફોર્મ પણ ભરાતા નથી, ફોર્મ ભરાય તો ઓપરેટરો નથી, અને તારીખો ફિક્સ છે એટલે કે સહાયો મળવાના ચાન્સ પણ ઓછા છે. આજે ખેડૂતોની એવી ફરિયાદ છે કે 2014માં મગફળીનો 1100-1200 ભાવ મળતો હતો, પરંતુ હાલ 2024માં ફક્ત 900-950 ભાવ મળી રહ્યો છે. હાલ ₹1357 તો મગફળીનો પ્રતિ મણ ટેકાનો ભાવ છે પરંતુ સરકાર આ ભાવે મગફળી ખરીદતી નથી. અને જો સરકાર ખરીદી કરે છે તો ફક્ત મળતીયાઓ પાસેથી ખરીદી કરે છે.
સ્વામિનાથન કમિટી અનુસાર તો 2400-2500નો મગફળીનો ભાવ મળે. પરંતુ અમારી માંગ છે કે સરકાર 1357 રૂપિયાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદે. જો સરકાર ટેકાના ભાવે ખરીદી નહિ કરે તો ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી આંદોલન કરશે અને ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. સાથે સાથે ભાજપના લોકોને પણ ગામોમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ચૂંટણી સમયે અને સદસ્યતા અભિયાન માટે તો ભાજપના લોકો આવી જતા હોય છે પરંતુ મગફળીનો ભાવ આપવાનો સમય આવે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. આજે ભાજપ પાસે 161 ધારાસભ્ય છે અને 25 સાંસદ સભ્યો છે પરંતુ આ મુદ્દા પર કોઈ બોલતું નથી. આજે સાબિત થઈ ગયું છે કે ભાજપના કોઈ નેતા ખેડૂતોના હિતેચ્છુ નથી