Sagar Rabari AAP News: 1 ઓગસ્ટથી શરૂ થયેલ ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આયોજિત જનસભાઓને સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. ગતરોજ 7 ઓગસ્ટના ગુજરાતના અનેક જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સભાઓમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી Sagar Rabari પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત આમ આદમી પાર્ટી(AAP)ના લગભગ તમામ પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ સ્થળે આયોજિત જનસભાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આ જનસભામાં આમ આદમી પાર્ટી(AAP)ના નેતા મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે લાખો લોકો AAPમાં જોડાઈ રહ્યા છે, તે કોઈ ફક્ત આંકડો નથી પરંતુ ભાજપની સામે જે લોકો ગુસ્સામાં છે અને આમ આદમી પાર્ટી તરફ એક ઉમ્મીદની નજરથી જોઈ રહ્યા છે આ એવા લાખો લોકો છે. આમ આદમી પાર્ટી નવા લોકોને તક આપવામાં માને છે અને લોકો ખૂબ જ ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમે ફરી એકવાર એક નવા અભિયાનને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આ ધરતી પર અન્યાય અને અત્યાચાર વધી ગયો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી પર જન્મ લીધો હતો અને આપણે એ દિવસથી જન્માષ્ટમી ઉજવીએ છીએ. તો આવનારા જન્માષ્ટમીના તહેવારના દિવસે આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ જાહેર કરવા જઈ રહી છે. જે લોકો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જે લોકોને કોઈ રાજકીય સંબંધો નથી, જે લોકો ગુજરાતમાં બદલાવ લાવવા માંગે છે, આવા તમામ પ્રકારના લોકોને અમે મોકો આપવા જઈ રહ્યા છીએ. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે લોકો ચૂંટણી લડવા માંગે છે તે લોકો માટે અમે ફોર્મ જાહેર કરીશું. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, કર્મચારીઓ, વ્યાપારીઓને હું આમ આદમી પાર્ટીની જનક્રાંતિમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. ભાજપ અને કોંગ્રેસના પણ જે નીચેના કાર્યકર્તાઓ છે તે લોકોને પણ અમે આમ આદમી પાર્ટી આમંત્રણ આપીએ છીએ. જે પણ લોકો ભાઈ ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારથી ત્રાહિત છે તે તમામ રાજકીય અને બિન રાજકીય અનુભવવાળા લોકોને અમે આમંત્રણ આપી રહ્યા છીએ.
30 વર્ષના ભાજપના કુશાસન સામે હવે લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને વધુ લાખોની સંખ્યામાં લોકો જોડાશે એનો સ્પષ્ટ મતલબ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક ઇતિહાસ રચવા જઈ રહી છે. હવે ગુજરાતની જનતા પણ અમને કહી રહી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોઈ જરૂરત નથી. વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવારને ઊભા રાખીને ભાજપને હરાવવાની જગ્યાએ આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી તે ઘટનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ આંખો ખુલી ગઈ છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે ગુજરાતના સામાન્ય લોકોને ફક્ત આમ આદમી પાર્ટીથી જ ઉમ્મીદ છે માટે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે, કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં.