આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય Umesh Makwanaએ આજે ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા અને બીજા સભ્યોને સાથે રાખી મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરાવી પત્રકારોના વર્ષોથી પડતર પ્રશ્નોની પત્ર લખીને રજુઆત કરી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, પત્રકારોના કેટલાક મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને “ટેબલ ટોક” દ્વારા તેનો નિકાલ કરવામાં આવેલ તેવી અમારી માંગ છે. મુખ્ય મુદ્દાઓ છે જેમ કે પત્રકારો ઉપર ખોટી ફરિયાદો હુમલાઓ થઈ રહ્યા છે અને પત્રકાર સુરક્ષા કાનુન બને તથા પત્રકારને થયેલા નુકસાનની ભરપાઈ ન થાય ત્યાં સુધી જામીન નહીં થાય તેવી જોગવાઈ કરવામાં આવે. ત્યારબાદ 15 વર્ષ પહેલાં નાના અખબારોને વર્ષની સોળ જાહેરાત મળતી હતી જે આજે ઓછી થઈ ગઈ છે તો હવે વર્ષની 16 કરતાં વધારે જાહેરાતો નક્કી કરવામાં આવે તેવી માંગ છે.
વધુ એક માંગ છે કે નાના પત્રકારોને જાહેરાતના ભાવ 25 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યા હતા હાલ એ જ મળે છે તો મોંઘવારી પ્રમાણે નવા ભાવ નક્કી કરવામાં આવે. માહિતી વિભાગ દ્વારા પત્રકારોને સરકારી ખર્ચે વર્ષે એક ઐતિહાસિક સ્થળોનું પ્રવાસ કરાવવામાં આવતો હતો જે ઘણા વર્ષથી બંધ છે તેને ફરીથી ચાલુ કરાવવામાં આવે. પત્રકાર કોલોની માટે અગાઉ ટોકન દરે જમીન પ્લોટ આપવામાં આવતા હતા જે વર્ષોથી બંધ છે તેને ફરીથી ચાલુ કરાવવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અમારી માંગશે. પત્રકારોને 60 વર્ષ બાદ નિવૃત્તિ સહાય કર્ણાટકમાં 12000 મળે છે ગુજરાતમાં પણ આવી યોજના શરૂ કરવામાં આવી તેવી પણ અમારી માંગ છે. પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનો આવકનો દાખલા વિના લાભાર્થી ગણી કાર્ડ કઢાવવામાં આવે. દરેક જિલ્લા કે તાલુકા મથકે પત્રકારોને કામકાજ માટે બેસવા એક પત્રકાર ચેમ્બર સરકારી બિલ્ડિંગમાં ફાળવવામાં આવે.
પત્રકારના મૃત્યુ સમયે તેના પરિવારને 10 લાખની વિમાની સુરક્ષા મળે તે માટે હાલ એક લાખનો વીમો છે તેને દસ લાખ કરવામાં આવે. પત્રકારોને અખબાર દીઠ એકક્રીડેશન કાર્ડનો લાભ મળે છે તે ફોટોગ્રાફર કે વિડીયોગ્રાફર માટે બીજા કાર્ડની જોગવાઈ કરવામાં આવે. પત્રકારોને એકક્રીડેશન કાર્ડના બદલે ત્રણ વર્ષ માટે રીન્યુઅલની મુદત આપવામાં આવે. પત્રકારોને અગાઉ રેલવેમાં કંસેસન મળતું હતું પરંતુ કોરોના કાળ દરમિયાન બંધ થઈ ગયું છે, જે હજુ સુધી શરૂ નથી થયું, માટે આ રેલવે કન્સેસન વહેલાસર શરૂ કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે.