Gujaratમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં વધારો શરૂ થયો હતો. માર્ચના મધ્યમાં પહોંચતા તો હવે અનેક જિલ્લાઓમાં હીટવેવ શરૂ થઈ ગયો છે. આજે 12 જિલ્લાઓમાં તાપમાન વધ્યુ છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગ, ભૂજ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, જુનાગઢમાં તાપમાન વધુ રહેશે.

- અમદાવાદ 40.4 ડિગ્રી
- ભુજ 42 ડિગ્રી
- ગાંધીનગર 40.4 ડિગ્રી
- રાજકોટ 41.7 ડિગ્રી
- સુરત 41.8 ડિગ્રી
- વડોદરા 39.8 ડિગ્રી
- અમરેલી 40 ડિગ્રી
- ભાવનગર 39.2 ડિગ્રી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
Gujaratના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, શહેરમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે.
બપોરે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. નાગરિકોને ગરમીથી રાહત આપવા અને લાંબા ટ્રાફિક સિગ્નલોના કારણે લોકોને તડકામાં લૂ ન લાગે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય BRTS અને AMTSમાં મુસાફરી કરનારા લોકોને લૂ ન લાગે તે માટે ORSનું વિતરણ કરવામાં આવશે.
દરેક AMTS અને BRTSના બસ સ્ટોપ પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે. મોટા બસ ડેપો પર ગ્રીન નેટ, કૂલર અને પંખાની સુવિધા પણ કરવામાં આવી છે. શહેરમાં રાહદારીઓ માટે પાણીની પરબની સુવિધા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah કહ્યું- ૧૦,૫૦૦ થી વધુ આતંકવાદીઓએ હથિયારો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા
- Mark Carney કેનેડાના નવા પીએમ બનશે, જાણો ભારત માટે કેવું રહેશે વલણ?
- Rohit Sharma એ ઘણા બધા ખિતાબ જીત્યા છે, તે 4 ICC ટ્રોફી જીતીને એમએસ ધોનીથી આગળ છે
- કેન્દ્રએ Jammu and Kashmir ના બે સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો
- નડિયાદ નજીક Chemical Tanker Accident, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર ખાડામાં પડી ગયું