Railway Minister on Gujarat visit: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ ચરોતરમાં નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. નડિયાદના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પહોંચેલા મંત્રીએ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના 3 ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પણ નિહાળી હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે 360 કિ.મી જેટલી લાઈનનું કામ પુર્ણતાના આરે આવ્યું છે. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનની સ્પીડને લીધે ઉભા થતા પ્રેશર ઝોનને ધ્યાનમાં લઈને ઉત્તરસંડા બુલટે સ્ટેશન પર ગ્રાઉન્ડ લેવલ, કોન્કોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલ સુધી સુદ્રઢ કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે બુલેટ ટ્રેન 350 કિ.મી ની સ્પીડ પર સ્ટેશન પર આવે ત્યારે સ્ટેશનમાં લાઈટ, કેબલ સહિત સમગ્ર માળખામાં કોઈ ડિસ્ટર્બન્સ ન ઊભું થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યુ હોવાનું ઉમેર્યુ હતુ.
થાણે, વાપી, સુરત, વડોદરા, નડિયાદ/આણંદ અને અમદાવાદ સુધીના તમામ શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદીલ થશે. જેનાથી ઈકોનોમીમાં ગતિશીલતા આવશે તેમ પણ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ખેડા સાંસદ દેવુંસિહં ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.