AAP Raju Solanki News: આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી Raju Solankiની આગેવાનીમાં ભાવનગર ખાતે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ તથા ઓબીસી વિંગના ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, યુવા પ્રદેશ પ્રમુખ બ્રીજરાજભાઈ સોલંકી, ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ભાવનગર શહેરના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓના વરદ હસ્તે ખેસ ધારણ કરીને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના હજારો લોકો દરરોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ભાજપ સહિત અલગ અલગ પાર્ટીઓના ઈમાનદાર લોકો પણ આમ આદમી પાર્ટીની અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું આ તમામ ઈમાનદાર અને ગુજરાત માટે કામ કરવા માંગતા આગેવાનોનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું.

આજે સમગ્ર ગુજરાતમાં લોકો વચ્ચે રહીને લોકોને ન્યાય અપાવવા માટે જો જનતાને કોઈ એક પાર્ટી માટે વિશ્વાસ રહ્યો હોય તો તે ફક્ત આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં 30 વર્ષ કોંગ્રેસની શાસન કર્યું પરંતુ તે જનતાના જીવનમાં કોઈ બદલાવ ન લાવી શકી, 30 વર્ષ ભાજપે રાજ કર્યું પરંતુ ભાજપ પણ લોકોના જીવનમાં કોઈ બદલાવ ન લાવી શકી. કોંગ્રેસ-ભાજપ મળીને વર્ષોથી પ્રજાને લૂંટી રહ્યા છે. એટલા માટે વિવિધ પાર્ટીઓના આગેવાનો પણ આમ આદમી પાર્ટી તરફ ઉમ્મીદની નજરોથી જોઈ રહ્યા છે. તો આ રીતે જે પણ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તે લોકોને આવકારીને મને ખૂબ જ આનંદ થયો છે. દિવસેને દિવસે ગુજરાત આમ આદમી પાર્ટીની ટીમ મજબૂત બની રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેના દ્વારા દરરોજ 10,000થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ તમામ હજારો લોકોને હું આવકારું છું કે ગુજરાતમાં સારી સરકારનો પાયો નાખવા માટે તમે તમામ લોકો મહત્વપૂર્ણ રોલ ભજવી રહ્યા છો અને આગામી સમયમાં વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી હું અપીલ કરું છું.