Manoj Sorathia AAP:હાલ આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાઓ સમગ્ર ગુજરાતમાં આયોજિત થઈ રહી છે. ઠેર ઠેર આયોજિત થઈ રહેલી સભાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. ગતરોજ તારીખ ૩ સપ્ટેમ્બરની રાત્રે સુરત જિલ્લાના ઉતરાણ ગામમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathia સહિત પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ ગુજરાત જોડો જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, સામાજિક આગેવાનો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને સૌએ ગુજરાતને પિડાઓ મુક્ત કરવા માટે ભાજપને મત નહી આપવા તથા આમ આદમી પાર્ટીને જીતાડવા માટે શપથ ગ્રહણ કર્યા.
આ ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ 30 વર્ષ શાસનમાં રહેલી ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 30 વર્ષથી ગુજરાતની જનતા જે પીડા ભોગવી રહી છે તેને પીડામાંથી આપણે ગુજરાતને મુક્ત કરવા માટે એકજૂટ થયા છીએ. આ લડાઈ આપણે સૌ સાથે મળીને લડવાની છે. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી અને પાંચ ધારાસભ્યો આપીને અહીંથી અમારી શુભ શરૂઆત થઈ. પાંચ વર્ષ પહેલા સુરતમાં આ જ જનતાએ આમ આદમી પાર્ટી, એક નવી પાર્ટી અને નવા લોકોને પાર્ટીને જીતાડી હતી. આ એવી પાર્ટી છે જે ગુજરાતના અને દેશના લોકોની પીડામાંથી ઉદભવેલી પાર્ટી છે. સત્તાની અંદર બેઠેલા લોકોએ આપણા મતો લઈ આપણા અધિકારોને હણવાનું કામ કરે, આપણા હકને આપણા વિકાસના જે કામો છે એ ભ્રષ્ટાચાર કરી ખાઈ જવાનું કામ કરે અને આપણે જોઈએ છીએ કે 30 વર્ષ પછી પણ આપણી સ્થિતિમાં કોઈ લાંબો ફરક પડ્યો નથી. તેથી આમ આદમી પાર્ટીની જરૂર પડી છે.
30 વર્ષથી એક જ સરકાર ગુજરાતમાં છે છતાં પણ અહીંની જનતાને સારા રસ્તા નથી મળતા, રોજગારી નથી મળતી, સરકારી શાળાઓ નથી મળતી આ બધાની વચ્ચે એક પ્રશ્ન છે કે આ પાર્ટીએ આપણા માટે શું કર્યું? આજે સામાન્ય વર્ગના લોકો પોતાના બાળકોને નોકરી ધંધા રોજગાર મળે તે માટે દિવસ રાત મહેનત કરતા હોય છે પરંતુ આપણા જેવા સામાન્ય માણસો આપણા બાળકોને ડોક્ટર, એન્જિનિયર બનાવવાના સપના જોતા બંધ થઈ ગયા છે અને બે ટંકનું ખાવાનું મળી રહે તેવી આશા સાથે આપણે જીવતા થઈ ગયા છીએ. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી એક આશાનું નવું કિરણ બનીને આવી છે.
ગત કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 2ની જનતાએ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો હતો અને આ પાર્ટીએ આ વિસ્તારમાં કામ કરવાની તમામ કોશિશો કરી હતી. સુરતની જનતા આજે કહેતી થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જનતાની વચ્ચે રહે છે જ્યારે ભાજપના કોર્પોરેટરો દેખાતા નથી. સત્તામાં રહેલા તાનાશાહી કરતા લોકોની સામે આમ આદમી પાર્ટીએ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી છે. અહીંના લોકોને જે પણ પીડા છે તેમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટીએ કર્યો છે.