અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્ય સરકારી યુનિ.ઓમાં એલએલબીના પ્રવેશ આ વર્ષે ખૂબ જ મોડા થયા છે અને જેથી હવે આ નવા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ દિવાળી વેકેશન બાદ થશે. પ્રથમવાર દિવાળી વેકેશન બાદ એટલેકેં પ્રથમ સત્ર પુરુ થવા આવશે ત્યારે LLBમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ કરવું પડશે. આ ઉપરાંત મોડા પ્રવેશ થતા કોલેજોએ શિક્ષણના દિવર્સો પૂરા કરવા પડે વેકેશનમાં પણ ભણાવવુ પડે તેવી સ્થિતિ છે.

શિક્ષણકાર્ય પુરુ કરવા કોલેજોએ વિદ્યાર્થીઓને આ વર્ષે વેકેશનમાં ભણાવવા પડે તેવી સ્થિતિ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા, આર્ટસ, સાયન્સ, કોમર્સ અને એજ્યુકેશનની કોલેજોને યુજીના આ વર્ષના પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓનું બાદ એનરોલમેન્ટ કરાવી દેવાની સૂચના આપી ગઈ દેવાઈ છે અને જે મુજબ ગઈકાલ સુધીમાં વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થઈ યુ છે. આ છે. વર્ષે એનઈપી મુજબ વિદ્યાર્થીઓનો એબીસી આઈડી ફોર્મ લખવો ફરજીયાત કરાયો છે. જ બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી, બી.એ અને બી.એડ સહિતના નવા વિદ્યાર્થીઓનુ એનરોલમેન્ટ થઈ ગયુ છે પરંતુ LLBના વિદ્યાર્થીઓનુ એનરોલમેન્ટ હવે દિવાળી વેકેશન બાદ થશે.

લૉ કોલેજોની મંજૂરીને લઈને થયેલા કોર્ટ કેસના વિલંબ સાથે એલએલબીમાં જીકાસ આધારીત ઓનલાઈન કોમન પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ મોડી શરૂ થઈ હતી અને જેમાં તાજેતરમાં ચાર રાઉન્ડ પૂર્ણ થયા મોટા ભાગની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કોલેજોએ હાલ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ પરંતુ હવે આ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ દિવાળી વેકેશન બાદ થશે. ૯૦ દિવસનું પ્રથમ સત્રનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરવુ પડે તેમ હોવાથી કોલેજોને દિવાળીનું વેકેશન પણ ૨૧ દિવસનું ન આપીને વિદ્યાર્થીઓને પાંચ-છ દિવસની રજા બાદ ભણાવવાનું શરૂ કરી દેવા પણ કોલેજોને જણાવાયુ છે. એલએલબીમાં હવે અલગથી પરીક્ષા જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીમાં ગુજરાત યુનિ.એ લેવ પડશે.