અમદાવાદ-Rajkot હાઈવે પર ઈંગ્લીશ દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યાં છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી હાઈવે પર આવેલ એક હોટલ પાસેથી ઈગ્લીશ દારૂ અને કાર સહિત લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.

લોધીકાના કાર ચાલકને ઝડપી પૂછપરછ કરતાં મધ્ય પ્રદેશના શખ્સની સંડોવણી બહાર આવી, ૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ- Rajkot નેશનલ હાઈવે પરથી ઈંગ્લીશ દારૂ ભરી એક કાર પસાર થવાની બાતમીના આધારે એલસીબી પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં અમદાવાદ- રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ કાધલી હોટલ પાસેથી બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં એક કાર જણાઈ આવતા તેને રોકી તલાસી લેતા કારમાં સીટ નીચે ચોરખાનું બનાવ્યું હતુ

તેમાંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ . બ્રાન્ડની નાની બોટલો (ચપલા) નંગ- ૯૧૦ કિંમત રૂા.૩, ૫૭,૮૫૦ તેમજ કાર મળી કુલ રૂા.૭,૮૭,૮૫૦ના મુદ્દામાલ સાથે કારચાલક ભૌતિકભાઈ ગોપાલભાઈ ગજેરા રહે.પાળ, શ્યામભૂમિ સોસાયટી, લોધીકાવાળાને ઝડપી લીધો હતો. જેની વધુ પુછપરછ કરતા તનુસીંગ રહે.એમપીવાળાની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું આથી બન્ને વિરૂધ્ધ પાણશીણા પોલીસ મથકે ગન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.