Gopal Italia News: ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓના આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદનો મુદ્દે એક વીડિયોના માધ્યમથી AAP ધારાસભ્ય Gopal Italiaએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના નેતાને વળતો જવાબ આપતા હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું કે “દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરી રહ્યા છે.” તો હું એમને એટલું જ કહેવા માગું છું કે ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂતો પર ડંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં પરંતુ આખા ભારતના નેતાઓ ખેડૂતોને વહારે આવશે. હમણાં માવઠું થયું અને સરકાર મિટિંગો ઉપર મીટીંગ કરે છે પરંતુ નક્કી કરી શકતા નથી કે ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવશે અને ક્યારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ ભાષણો કરવામાં તો શૂરા છે તો તમે જાઓ તમારી સરકારોને કહો કે ખેડૂતોને કેટલું વળતર ચૂકવવાના છો. હકીકત એ છે કે આ લોકોને કશું ખબર નથી અને ફક્ત આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા હતા. કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને કહ્યું કે Gopal Italiaએ ઓછા વળતરની માંગણી કરી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની 10 વર્ષની સરકાર હતી ત્યારે હેક્ટર દીઠ 50000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હતી અને પંજાબમાં પણ ખેડૂતોને નુકસાનની સામે હેક્ટરદીઠ 50000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. એટલે કે આમ આદમી પાર્ટી પોતે બીજા રાજ્યોમાં વાસ્તવિક રીતે જેટલી રકમ ચૂકવે છે એટલી જ રકમની માંગણી ગુજરાતમાં કરવામાં આવી છે. અમે કોઈ ઓછી પણ માંગણી કરી નથી અને વધુ પણ માંગણી કરી નથી. ગુજરાતમાં ભાજપની સરકારે હેકટર દીઠ ક્યારેય પણ 25000 રૂપિયા પણ નથી ચૂકવ્યા. હકીકતમાં કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે એટલા માટે તેઓ અમારા વિશે નિવેદનો કરે છે. હું કોંગ્રેસના નેતાઓને જણાવવા માગું છું કે મારો વિરોધ કરવાથી મારું, તમારું કે ગુજરાતના ખેડૂતોનું આમ કોઈનું પણ ભલું થવાનું નથી. જો કોંગ્રેસના નેતાને અમારી વળતરની માંગણી ઓછી લાગતી હોય તો તમારી તેલંગાણાની, કર્ણાટકની કે હિમાચલની કોંગ્રેસની સરકાર જેટલું વળતર ચૂકવે છે એટલા વળતરની માંગણી ગુજરાતમાં કરો.
જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં એ સરકારોએ ખેડૂતોનું કેટલું ભલું કર્યું છે એ વિષે કંઈ બોલવા જેવું પણ નથી અને આ કોંગ્રેસના લોકો મારો વિરોધ કરવા નીકળ્યા છે!! તો હવે આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભેગા થઈ ગયા છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંનેની મસ્ત દુકાન ચાલતી હતી અને કોઈપણ પ્રકારના ભાગ બટાઈમાં પણ કોઈ વાંધો ન હતો. પરંતુ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને આશીર્વાદ આપ્યા અને ધારાસભ્ય બનાવ્યો ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે એટલા માટે ભાજપ અને કોંગ્રેસ બંને આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. ભાજપએ ભૂલી ગઈ છે કે તે સત્તામાં છે અને કોંગ્રેસ ભૂલી ગઈ છે કે હમણાં સુધી એ લોકો પોતે વિપક્ષમાં હતા. માટે હવે ગુજરાતના લોકો આ લોકોને અને એમની વાતોને ઓળખે. કોંગ્રેસના નેતાઓને કહીશ કે મારો વિરોધ કરવાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની બીજા રાજ્યની સરકારોએ ખેડૂતો માટે શું કામ કર્યા એ ગુજરાતમાં જણાવો. અને ભાજપના પ્રદેશ પ્રમુખને કહેવા માંગીશ કે મારું નામ લેવાની જગ્યાએ ગુજરાતમાં ડ્રગ્સ બંધી કરાવો, દારૂબંધી કરાવો ગુજરાતના રોડ રસ્તાની હાલત સુધારો, હાલ ગુજરાતના રસ્તાઓમાં દોઢ દોઢ ફૂટના ખાડા પડ્યા છે તો એનું કંઈ કરો. હજુ સુધી તમારી પાર્ટી સત્તામાં છે તો તમે કામ કરી શકો છો. ગુજરાતના તમામ વડીલો યુવાનોને હું કહેવા માંગીશ કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ ગયા છે તો એ બંને પાર્ટી પર નજર રાખજો.





