Jamnagar શહેરમાં ખાસ કરીને રણજીત સાગર રોડ પર ફટાકડાના અનેક સ્ટોલ ઊભા થઈ ગયા છે, અને તેઓ દ્વારા ફાયર નું એન.ઓ.સી. લેવાયું ન હોય, અથવા તો સ્ટોલ ઉભો કરવા માટેની જામનગર મહાનગરપાલિકા ની મંજૂરી લેવામાં આવી ન હોય, તેવા વિક્રેતાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૮ સ્ટોલ બંધ કરી દેવાયા છે. ૪નો સામાન જપ્ત કરાયો છે.

૪નો સામાન જપ્ત, બે સ્ટોલ ધારકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા કરાઈ કાર્યવાહી, દરોડા દરમિયાન નાસભાગ

Jamnagar મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી, ફાયર શાખાની ટીમ, અને પોલીસ દ્વારા રવિવારે સાંજે કિસાન ચોક થી લાલપુર ચોકડી સુધી માર્ગે સામુહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન આઠ જેટલા સ્ટોલ ધારકો કે જેઓ દ્વારા મહાનગરપાલિકામાંથી સ્ટોલ| ઉભો કરવા માટેની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોવાથી તેવા સ્ટોલ બંધ કરાવાયા હતા. જેમાં ચાર સ્ટોલ ના ટેબલ, કપડા પતરા, મંડપ સહિતનો સામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય ચાર મોટા સ્ટોલધારકો કે જેઓને તાત્કાલિક અસરથી પોતાનો સ્ટોલ બંધ કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે. પોલીસના ચેકિંગ દરમિયાન બે સ્ટોલધારકોએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ફટાકડા નું વેચાણ શરૂ કર્યું હોવાથી તે બંને વિક્રેતાઓ સામે જાહેરનામાના અંગે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ, ફાયર અને એસ્ટેટ શાખાની આ સંયુક્ત કામગીરીને લઈને ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધરકોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી.