Dwarkaના પૌરાણિક શિવાલયો પૈકીનાશ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે સાતમ-આઠમના તહેવારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ત્રણ દિવસ સુધી ત્રિવિધ ઉત્સવ મનોસ્થ યોજવામાં આવનાર છે.

Dwarka: માતા-પિતા સર્વોપરી થીમ મુજબ દર્શન, ધ્વજાજીની શોભાયાત્રા, ધ્વજારોહણ,બરફાની બાબાના દર્શન, મટુકી ફોડ કાર્યક્રમ

સિદ્ધનાથ ગૃપના સ્વયંસેવકો દ્વારા યોજાનાર ત્રિવિધ મનોરથોમા તા. ૨૫ને રવિવાર શ્રાવણ વદ સપ્તમીના રોજ માતા- પિતા સવીપરિની થીમ આધારિત દર્શન | યોજાશે. તા.૨૬ સોમવાર જન્માષ્ટમીના રોજ દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજારોહણ યોજાશે. આ પહેલા ધ્વજાજીની શોભાયાત્રા સિદ્ધનાથ મંદિર પરિસરથી વાજતે ગાજતે શહેરના રાજમાગી પર ફરી જગતમંદિરે | પહોંચશ જ્યાં ધ્વજાજીને શ્રીજીના ચરણોમાં સમર્પિત કર્યા બાદ જગતમંદિરના| ઉન્નત શિખર પર ધ્વજાજીનું આરોહણ થશે.

આ ઉપરાંત સિદ્ધનાથ મહાદેવ મંદિરે ગોવાર્ધન લીલાના દર્શન યોજાશે તેમજ મંદિર પરિસરના પટાંગણમાં નંદોત્સવ પણ ઉજવાશે જેમાં મટુકી ફોડનો કાર્યક્રમ રાખેલ છે. તા. ૨૭-ને મંગળવાર શ્રાવણ વદ નૌમના રોજ બરફાની બાબા અમરનાથના દર્શન મનોસ્થ યોજાશે. આ ત્રિવિધ દર્શન મનોરથો તેમજ જગતમંદિરે ધ્વજારોહણનો લાભ લેવા સૌ ગ્રામજનો તેમજ બહારગામથી પધારેલ ભાવિકોને પધારવા આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.