Dwarkaમાં સતત ૧૫૦ વષથીગુગળી બ્રાહ્મણ જ્ઞાતિએ પરંપરા જાળવી રાખીને દર વર્ષે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવે છે. ઈ.સ. ૧૮૭૪ના ઓકટોબર માસની નવમી તારીખે હોળી ચોકમાં ગરબી માતાજીની નવમૂર્તિઓનું મંડપ | સુશોભિતકરી ભવ્ય ઉજવણી સાથે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ સ્થાપના કરવામાં આવી હતી.
Dwarka: ગરબીમાં જોડાનાર પુરૂષોએ ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડીનો પહેરવેશ પહેરવો ફરજીયાત
Dwarka: નવરાત્રિના પ્રથમ દિવસે સવારે માતાજીની મૂર્તિઓનું ષોડષોપચાર પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ વિધિસર સ્થાપના કરવામાં આવે છે. માતાજી સમક્ષ | અન્નકુટ પણ ધરવામાં આવે છે. આ ગરબી મંડપમાં કેવળ પુરૂષો જ ગરબીમાં જોડાય | છે. પ્રાચીન છંદો ગાવામાં આવે છે. ગરબીમાં જોડાનાર પુરૂષોએ ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડીનો પહેરવેશ પહેરવો ફરજીયાત છે. નવરાત્રિ દરમ્યાન રોજબરોજ | માતાજીના અલગ અલગ છંદો ગવાય છે.
એવી માન્યતા છે કે માતા પાર્વતીજીના સ્થુળદેહના નવખંડ કરી ભારતની વિશાળ ભૂમિ પર ફેંકવામાં આવ્યા જયાં જયાં એ ટુકડા પડયા ત્યાં જગદંબાનું ઉપાસના સ્થળ નિર્માણ કરવામાં આવ્યું. દેવી પ્રતિનિધિત્વ ધરાવતાં આ નવેય સ્થાનની નવદુર્ગા માતાની નવ મૂર્તિઓ ગરબીની માંડવીમાં ફરતે સ્થાપવામાં આવેલ છે.ગરબીમાં ગવાતા છંદોમાં ઈશ્વર વિવાહ, રામ રાવણ, કુંતા અભિમન્યુ, કોયલા ગઢવાળી, આદ્યશક્તિનો છંદ વગેરે ખુબ જ પ્રખ્યાત છે. તથા અષ્ટમનીના ૧૦૮ વ્યક્તિઓ દ્વારા સમૂહ આરતી કરાશે.
આ વર્ષે આસો સુદ એકમના દિવસે સૂકા મેવાનો મનોરથ, લલીતા પાંચમના દિવસે લલિતા સહસ્ત્ર નામ દ્વારા સહસ્ત્રાર્ચન પૂજન, આઠમના દિવસે કુંનવારા મનોરથ તેમજ દશમના દિવસે વિશેષ ઉત્સવ જવવામાં આવશે. દશમિના દ્વારકામાં શોભાયાત્રા દ્વારા દ્વારકાધીશ જગત મંદિર મંદિર ચોક પાસે ગરબો લાવવામાં આવે છે. અને ત્યારબાદ ભીડભંજન મહાદેવ મંદિરે ગરબો પધરાવી વિસર્જન કરવામાં આવે છે.