Rajkotના રેસકોર્સમાં બાલભવન અને બંગાળી પરિવારો દ્વારા પરંપરાગત દુર્ગા માતાના મહોત્સવનો પ્રારંભ થયો હતો જેમાં વિસર્જન રવિવાર તા.૧૩ના થશે.તો શનિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ધામધૂમથી વિજયાદશમીનું પર્વ મનાવાશે જેમાં ઘરે ઘરે પૂજન સાથે આસુરી તાકાત પર દૈવી શક્તિના વિજયનું પર્વ મનાવારો અને રાજકોટમાં રેસકોર્સ ખાતે સાંજે ૬૦ ફૂટ અને ૩૦ ફૂટ ઉંચા બે રાક્ષસોના પુતળાઓનું પામધૂમથી દહન કરાશે અને ગામેગામ ક્ષત્રિય સહિતના સમાજો દ્વારા શસ્ત્ર પૂજન કરાશે.
Rajkot: ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં આજે હવનાષ્ટમી નિમિત્તે હવન યોજવામાં આવ્યો વતા. આજે વહેલી સવાર માં વાગ્યાથી જ ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને રાત્રિ સુધીમાં આશરે ૨થી ૩ લાખ ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શન માટે મોબાઈલ દૂર વિક્રમી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય સ્થળે માતાજીના મંદિરોમાં પણ વહેલી સવારથી ભીડ હતી જે આવતીકાલે પણ હવનાષ્ટમી ઉજવનાર હોઈ આવતીકાલે પણ ભીડ રહેશે.
શનિવારે ૧૧ વાગ્યા સુધી નોમ, બાદ દશેરા,બપોરે ૨-૨૨થી વિજય મુહુર્ત
Rajkot, નવરાત્રિના નવ નોરતા શુક્રવારે પૂરા થાય છે પરંતુ, આ વખતે હવનાષ્ટમી, નવમુ નોરતુ દશેરા વગેરે પૂરા દિવસના નથી. આ અંગે શાસ્ત્રી કમલેશ પંડયાએ જણાવ્યા મૂજબ (૧) આવતીકાલ તા.૧૧ના દુર્ગાષ્ટમી, મહા અષ અષ્ટમી, હવનાષ્ટમી અને આનંદ નામનો યોગ છે જે નવું કાર્ય આરંભ કરવા ઉત્તમ છે તા.૧૨-૧૦-૨૦૨૪ના તિથિ
શનિવારે સવારે ૧૧ વાગ્યે નોમ પૂર્ણ થશે અને દશેરા શરુ થશે. તેથી આ દિવસે દશેરા ઉજવવા જોઈએ. બપોરે ૨-૨૨થી ૩-૦૯ વાગ્યા સુધી વિજયમુહર્ત છે. (૩) તા. ૧૩ને રવિવારે સવારે ૯-૦૯ સુધી આસો સુદ દશમ તિથિ છે. પછી એકાદશીનો આરંભ થશે. ગત તા.૩ને ગુરુવારથી શરુ થયેલી નવરાત્રિ પૂરા નવ દિવસ, નવરાત્રિ બાદ આવતીકાલ તા.૧૧ને શુક્રવારે પૂર્ણાહુતિ થશે. આવતીકાલે હવનાષ્ટમી સાથે નવમા અને અંતિમ નોરતાની પણ ઉજવણી ચાર થશે. પણ દાંડિયારાસ અને દશેરાના દિવસે પ્રાચીન ગરબીના આયોજનો જારી રાખવા નિર્ણય લીધો છે.
દુર્ગામહોત્સવ Rajkotમાં વસતા બંગાળી પરિવારો દ્વારા દર વર્ષે ઉજવાય છે જેમાં આ વખતે મા દુર્ગાની પ્રતિમા અનોખા રૂપથી તૈયાર કરાયેલ છે. તા. ૧૧ અને ૧૨ ઓક્ટોબર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. તા. ૧૩ને રવિવારે સાંજે ૪ વાગ્યે અબીલગુલાલની છોળો, મહિલાઓ દ્વારા સિંદુર ચડાવીને સાંજે ૪ વાગ્યે આજી નદીમાં મૂર્તિનું વિસર્જન થશે.
આ વખતે રેસકોર્સ મેદાનમાં સાંજે ૭ વાગ્યે યોજાનાર કાર્યક્રમને રાવણ દાનને બદલે રાક્ષસ દહન નામ છે. વિહિપે જણાવ્યા મૂજબ ૯૦ ફૂટના રાક્ષસનું એક અને ૩૦-૩૦ ફૂટના રાક્ષસોના બેપુતળા આમાથી બોલાવેલા ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવા છે. ચાર ભાગમાં બનેલા આ પુતળાઓ રેસકોર્સ ટ્રકમાં લાવીને ભેગા કરવામાં આવશે.
શનિવારે વિજયાદશમી નિમિત્તે ક્ષત્રિય સહિતના સમાજો દ્વારા, પોલીસ તંત્ર દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા છે તો રવિવાર સુધી અનેક સ્થળોએ રાસગરબાના કાર્યક્રમો પણ યોજાયા છે. આજે સવારે અષ્ટમી, બાદ નવમી સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ થશે પણ અનેક આયોજકો શનિવારે રાસ-ગરબા ચાલુ રાખશે