Surat એસઓજીએ સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્ક્વેરની ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી લીધું હતું. એસઓજીએ રૂ. 100 ના દરની રૂ.1 લાખની ડુપ્લીકેટ નોટો સાથે ત્રણને એપલ સ્કવેરની ઓનલાઈન ઝાપા પુછપરછ કરતા અસલ નોટ એ કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતો હોવાની અને રૂ.૧૦૦ ની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકતા હોય તે બનાવતા હોવાની કબૂલાત કરી હતી.અન્ય બે યુવાન ડુપ્લીકેટ નોટ લેવા ત્યાં આવ્યા હતા.

Surat: ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી રૂ. ૧૦૦ ના દરની રૂ. ૧ લાખની ડુપ્લિકેટ નોટો સાથે ત્રણને એસઓજીએ ઝડપી લીધા

Surat એસઓજીના સૂત્રો દ્વારા પ્રામ થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે એઑસજીની ટીમે આજે બપોરે સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરના ચૌથા માળે આવેલી ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી હતી.એસઓજીને ત્યાં ડુપ્લીકેટ નોટ બનાવતા ભાવેશ અને ત્યાં ડુપ્લીકેટ નોટ લેવા આવેલા રાહુલ અને

પવનને ઝડપી પાડી દુકાનમાં તપાસ | કરતા ત્યાંથી રૂ. ૧૦૦ ના દરની રૂ.૧ લાખની ડુપ્લીકેટ નોટ મળી હતી.એસઓજીએ દુકાનમાંથી કોમ્પ્યુટર, સ્કેનર, કલર પ્રિન્ટર વિગેરે કબજે કરી તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ભાવેશ અસલ નોટ સ્કેન કરી બાદમ બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતો હતો અને રૂ.૧૦૦ ની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકતા હોય તે બનવાતો હતો. ભાવેશે છેલ્લા એક મહિનાથી ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને તે એક અસલ નોટની સામે ત્રણ ડુપ્લીકેટ નોટ આપતો હતો હાલ એસઓજી આ અંગે વધુ કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.