Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ આજે પોરબંદરના મોઢવાડા ખાતે આયોજિત ન્યાય યાત્રામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની ટીમે જિલ્લા મહામંત્રી હિતેશ મોઢવાડિયાની આગેવાનીમાં લીંબાઈ માંના આશીર્વાદ લઈને મોઢવાડાથી સાત દિવસની ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. સાત દિવસ સુધી વિવિધ ગામોમાં આ યાત્રા જશે અને લોકોની સમસ્યાઓ, લોકોના મુદ્દાઓ અને લોકોને પડતી વિવિધ તકલીફોને જાણવામાં આવશે. ત્યારબાદ જે તે મુદ્દાઓને સરકારી તંત્ર સુધી પહોંચાડીને તે સમસ્યાઓનું હલ કરાવવાની કોશિશ કરવામાં આવશે. અમે આ ન્યાય યાત્રા શરૂ કરી છે કારણ કે આજે જોઈએ છીએ કે ચારે બાજુથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે અને ગરીબો, વંચીતોનું શોષણ કરવામાં આવે છે. અમેરિકાના ખેડૂતોને ૫૪ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જ્યારે આપણા ખેડૂતોને માંડ માંડ માત્ર 21,000ની સબસીડી મળે છે. ઉપરથી અમેરિકાના દબાણના કારણે ભારત સરકાર ખેડૂતોની સબસીડીને દિવસેને દિવસે ઘટાડી રહી છે.

આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે જો ખેતીપ્રધાન દેશમાં લોકો ખેતી છોડી દેશે તો કઈ રીતે ચાલશે? જે લોકોની મૂળ ખેતી છે તે ખેતી હવે ભાંગી રહી છે અને આ એક ષડયંત્ર છે જેથી કરીને ઉદ્યોગપતિઓ આ ખેતી પચાવી પાડે. પછી એ ઉદ્યોગપતિ 5000 રૂપિયા મણ ઘઉં આપશે તો આવા સમયે ગરીબ અને મધ્યમવર્ગ તો જીવી નહીં શકે એટલા માટે આપણે હવે આ યાત્રાનું આયોજન કર્યું છે. લીંબાઇ માંના મોઢવાળાના મંદિરથી નીકળશે અને સાત દિવસ સુધી વિવિધ ગામોમાં ફરીને ભગવાન દ્વારકાધીશ વિસાવાડા ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ આ કાર્યક્રમ અહીંયા અટકશે નહીં, બીજા જિલ્લાઓમાં, શહેરોમાં આ પ્રકારની નાની મોટી યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. ખેડૂતોને ફક્ત ન્યાય માટે નહીં પરંતુ ખેડૂતોને બચાવવા માટેની આ યાત્રા છે. કારણ 100-200 વર્ષ સુધી ફરીથી ભારત દેશ ઉદ્યોગપતિઓની ગુલામીમાં જતો રહેશે. માટે અમે આ મુદ્દે લડવા માટે નીકળ્યા છીએ.

સત્તાધારી પાર્ટીને હું કહેવા માંગીશ કે તમારી પાસે હજુ બે વર્ષ છે અને જો તમારે કામ કરવા હોય તો તમે ખેડૂતોને દેવું માફ કરી દો, ખેડૂતોની પ્રમોલગેશનમાં જે લાખો અરજીઓ પડી છે, એનું નિવારણ લાવો, બીજ નિગમને વ્યવસ્થિત બનાવો, જેથી કરીને ખેડૂતોને સારું બિયારણ સસ્તા ભાવે મળી રહે. ખેડૂતનો ઉત્પાદન ખર્ચ ઘટાડો, પૂરતું ખાતર આપો અને સબસીડી વાળું ખાતર આપો. ખેડૂતો ત્રણ ઉપજ લઈ શકે અને પૂરતા ભાવ મળે તથા MSPથી ખરીદી કરવામાં આવશે એવું એલાન કરો. સરકાર આવનારા બે વર્ષમાં જો આ બધા કામ કરી દેશે તો અમે શાસક પક્ષને અભિનંદન આપીશું. સાથે પણ કહીશ કે ગુજરાતમાં હવે કોઈ ત્રીજી પાર્ટી દેખાતી નથી