સારસ પક્ષી સંબધે UPL સંસ્થા અને Gujratના વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં ખૂબ સારી જાણકારીઓ સામે આવી છે. 2015-16ની સરખામણીએ ચાલુ વર્ષે સારસની સંખ્યામાં ખૂબ નોંધપાત્ર વધારો થયાનું જણાવ્યુ હતુ.

કૃષિ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી યુપીએલ લિમિટેડે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવવા માટે સારસ ક્રેન ફેસ્ટિવલનું આયોજન કરે છે. આપણા સમાન ભવિષ્ય માટે વેટલેન્ડ્સની સુરક્ષાની આ વર્ષની થીમમાં વેટલેન્ડના સંવર્ધન અને ટકાઉ ભવિષ્ય વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ઇકોલોજિકલ બેલેન્સ જાળવવા તેમજ બાયોડાયવર્સિટીને ટેકો આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વિશ્વમાં સૌથી વધુ ઊંચાઇ ધરાવતા ઉડતા પક્ષી અને આઈયુસીએન રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરાયેલા ઈન્ડિયન સારસ ક્રેન ભોજન અને પ્રજનન માટે વેટલેન્ડ્સ અને કૃષિ ક્ષેત્રોમાં વસવાટ કરે છે. જોકે વસવાટના નુકસાન અને વેટલેન્ડમાં ક્ષાર વધવાના લીધે તેમાં ઘટાડો થયો છે.

સારસની સંખ્યા 500થી વધી 1431 થઈ

આના સમાધાન માટે યુપીએલે 2015માં Gujratમાં સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો અને ગેરમાન્યતાઓ સુધારવા તથા સંવર્ધન પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો સાથે ઘનિષ્ઠપણે કામ કર્યું હતું. આના પરિણામે સારસ ક્રેનની વસ્તી 2015-16માં 500 હતી તે ત્રણ ગણી વધીને 2023-24માં 1,431 થઈ હોવાનું જણાવ્યુ છે.

સારસ પ્રોટેક્શન ગ્રુપ સક્રિય

સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામે 40 ગામડાંમાંથી 90 ગ્રામીણ સારસ પ્રોટેક્શન ગ્રૂપ સ્વયંસેવકોનું એક અમ્બ્રેલા નેટવર્ક બનાવ્યું છે જે માળા, ઇંડા અને બચ્ચાંને શિકાર અને અન્ય જીવોનો ખોરાક થવાથી બચાવવામાં રોકાયેલા છે. વધુમાં, વિદ્યાર્થીઓ અને સમુદાયને સારસ ક્રેન કન્ઝર્વેસન માટે સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે અને સારસ ક્રેના સંરક્ષણની જરૂરિયાત અને મહત્વ વિશે શિક્ષિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો..