Diwali બાદ પડતર દિવસની પળોજણ આવતા વર્ષે પણ જોવા મળશે. વિક્રમ સંવંત ૨૦૮૧માં ૨૦ ઓક્ટોબર-સોમવારે દિવાળી, ૨૧મીએ પડતર દિવસ જ્યારે ૨૨ ઓક્ટોબર-બુધવારના બેસતું વર્ષ છે. અગાઉ વર્ષ ૨૦૨૩માં પણ પડતર દિવસ હતો.

વિક્રમ સંવંત ૨૦૮૧માં ૨૦ ઓક્ટોબર- સોમવારે Diwali, ૨૨મીએ બેસતું વર્ષ ઉજવાશે

પડતર દિવસ અંગે શાસ્ત્રવિદોનું માનવું છે કે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેંચાયેલી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથીનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યવહારિક સરળતા ખાતર ચંદ્રની તિથી સૂર્યોદય સમયે જે | હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. દિવસ દરમ્યાન તિથી બદલાઈ જતી હોય તેવું પણ શક્ય છે.

ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરૂ નથી થઈ હોતી. નવા વર્ષની શરૂવાત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઈએ એવી માન્યતા ને લીધે એ તુરત જ પછીના દિવસે સવારે પહેલી તિથી ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.