અમદાવાદ, રાજકોટમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ પાંચ વર્ષના પ્રણયસંબંધમાં વાંકુ પડતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી વિરૂધ્ધ કરાયેલી દુષ્કર્મ અંગેની ફરિયાદના કેસમાં રાજકોટ મનપાના અધિકારીએ ગુજરાત High Courtમાં કરેલી રિટ અરજીમાં High Courtએ ફરિયાદી મહિલા પોલીસ કર્મી અને સરકારપક્ષને નોટિસ જારી કરી છે. તો, રાજકોટ મનપા અધિકારી વિરૂદ્ધ ટ્રાયલ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવા પર વચગાળાનો મનાઈહુકમ ફરમાવી દીધો છે.

High Court: ફરિયાદી મહિલા પોલીસ કર્મીને નોર્ટિસ : રાજકોટ મનપાના અધિકારી વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવા પર સ્ટે

રાજકોટ મનપાના એસ્ટટે વિભાગના અધિકારી અને પોલીસ વિભાગમાં કામ કરતી મહિલા પોલીસ કર્મચારી વચ્ચેના પ્રણય સંબંધના કેસની વિગત મુજબ, અરજદાર રાજકોટ મનપામાં એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા હોઈ ડિમોલીશનની કામગીરીમાં પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને કામ કરવાનું હોવાથી તેમને મહિલા પોલીસ કર્મી સાથે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ સોશ્યલ મીડિયા મારફતે વાતચીત આગળ વધતાં બંને વચ્ચેના સંબંધો પાંગર્યા હતા અને બંને એકબીજાને મળતા અને હરવા-ફરવા જતા હતા. લગભગ પાંચ વર્ષ સુધી બંને વચ્ચે પ્રણયસંબંધ રહ્યો હતો. જો કે, રાજકોટ મનપાના અધિકારીએ આ મહિલા પોલીસ કર્મીને લગ્નની ના પાડી દેતાં નારાજ થયેલી મહિલા પોલીસ કર્મીએ રાજકોટ મનપાના અધિકારી વિરૂદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ મનપાના અરજદાર અધિકારી દ્વારા બચાવ રજૂ કરાયો હતો કે, અરજદાર આ મહિલા પોલીસ કર્મીના અન્ય યુવક સાથે મૈત્રી કરારમાં રહેતા હોવા અંગેના ખુલાસાની જાણ થઈ હતી. જે સંબંધો વિશે મહિલા પોલીસ કર્મીએ અરજદારને જણાવ્યું જ ન હતુ અને અંધારામાં રાખ્યા હતા. વળી, મૈત્રી કરારમાં રહેતા યુવકે પણ આ મહિલા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવેલી છે. ફરિયાદી મહિલા પોલીસ કર્મી અરજદારના ઘેર અને નોકરીના સ્થળ પર જઈ તેમને ધમકીઓ આપી રહી છે. બંને પુખ્યવયના અને શિક્ષિત હતા અને પરસ્પર સંમંતિથી જ સંબંધો રખાયા હતા. તેથી ફરિયાદ ટકી શકે તેમ નથી.