ગોંડલના Lok Melaને રાઈડ્સની મંજૂરીનું ગ્રહણ લાગતા મેળો શરૂ થયો પરંતુ રાઈડ્સ બંધ રહેતા મેળો માણવા આવેલા લોકોમાં નિરાશા વ્યાપી છે. સાતમ થવા છતાં નિયમોની પૂર્ણતા રાઈડ્સ ધારકો કરી ન શકતા રાઈડ્સ શરૂ થઈ શકી નથી. અધુરામાં પુરું આજે સવારથી વરસાદ શરૂ થતા વરસાદે મેળાની મજા બગાડી નાખી છે.
ભારે વરસાદની આગાહીના પગલે મેળાની અનિશ્ચિતતા રાજકોટની ગેમઝોનની ઘટનાને લઈ ઠેરઠેર યોજાતા Lok Melaઓ માં ખાસ કરીને ઉચક નિચક સહિત ની રાઇડ્સ નાં નિયમો કડક બનાવાયા હોય હજુ સુધી ગોંડલના લોકમેળામાં રાઈડ્સનાં મુદ્દે કોકડુ ગુચવાયેલું છે.
રાજકોટની માફક ગોંડલનાં લોકમેળા માં રાઈડ્સ ધારકો દ્વારા નિયમોની પુર્તતા કરાઈનાં હોય રાઇડ્સો ચાલુ થઈ શકી નથી. ગઈકાલે મેળાનું ઉદ્ઘાટન કરાયું પણ રાઇડ્સ ચાલુ નાં હોય મેળાની રંગત ફીક્કી પડી હતી. ગઈકાલે તંત્ર દ્વારા બધી રાઇડ્સ બંધ કરાવાઈ હતી.લોકમેળામાં નાની-મોટી | પંદરથી વધુ રાઈડ્સ નંખાઇ છે.જીલ્લા કલેક્ટરનાં આદેશ મુજબ નવા નિયમોની પુર્તતા કરવી મુશ્કેલ હોય મેળો શરુ થવા છતાં રાઇડ્સો ચાલુ થઈ શકી નથી.
આજ સાતમ નાં દિવસે રાઇડ્સ ચાલુ થઈ શકી નથી. હવે રાઇડ્સ ચાલુ થશે કે કેમ તેવી દુવિધા વચ્ચે હાલ રાઇડ્સ ધારકોનાં લાખોનાં રોકાણનું ધોવાણ થાય તેવી હાલત છે.