નર્મદ યુનિવર્સિટી ખાતે આજથી શરૂ થયેલ Gujarat ગ્લોબલ એકસ્પોમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયાલી ગામે મળી આવેલા ડાયનાસોરના સાડા છ કરોડ વર્ષ જુના ઇંડા સ્ટોલમાં પ્રદર્શિત કરાતા વિદ્યાર્થીઓ અને શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Gujarat: એક્સ્પોમાં પાવરગ્રીડ, ઈસરો, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થાએ પણ ભાગ લીધો છે
આત્મનિર્ભર ભારતના વિઝનને અનુસરીને સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધી વિષે શહેરીજનોને જાણકારી મળી રહે તે માટે આજથી નર્મદ યુનિવર્સિટી ખાતે ૧૯ થી ૨૧ દરમ્યાન Gujarat ગ્લોબલ એકસ્યો મેગા એકઝિબિશન શરૂ થયો છે. આ એકઝિબિશનમાં રાષ્ટ્રીય અને રાજય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધીઓનું પ્રદર્શન કરી રહી છે. જેમાં પાવરગ્રીડ, જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઇસરો સહિતની સંસ્થાઓ ભાગ લઈ રહેલ છે. આ અંગે માહિતી આપતા નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.એન.ચાવડાના જણાવ્યા મુજબ આજથી ૨૧ મી સુધી ચાલનારા આ એકઝિબીશનમાં સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ સુધી ખુલ્લો રહેશે.
આ પ્રકારનું એકઝિબિશન શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે પ્રથમવાર થઇ રહ્યું છે. પહેલા દિવસે જ જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સ્ટોલમાં પ્રદર્શિત કરાયેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ ૧૯૮૩ માં મળી આવેલા ડાયનાસોરના ઈડા અને પગના અતિ પ્રાચીન અવશેષો મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઈડા સાડા છ કરોડ વર્ષ જુના છે. રૈયાલીનો સ્થાનિક વિસ્તાર ડાયનાસોર ફોસિલ પાર્ક તરીકે ઓળખાય છે. આ ગામમાં બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ ( ફોસીલ અવશેષો, થીજીને પથ્થર બની ગયેલા ઇંડા, પગના ટુકડા અહીં પ્રદર્શિત કરાયા છે.