તપ-ત્યાગ અને સંયમના પ્રતિકા સમા દિગમ્બર Jainને પર્વાધિરાજ પર્યુસણ પર્વ મહોત્સવ મંગળવારે સંપન્ન થશે. બુધવારે સવારે આહુરાનગર મંદિરની સવારે ૮:૦૦ કલાકે વાજતે-ગાજતે શ્રીજીની રથયાત્રા કાઢવામાં આવશે.

પંચમેન્દ્ર-દશલક્ષણ તેમજ દસ ઉપવાસ વ્રતની આરાધના થઇ : બુધવારે સાંજે ક્ષમાપાણી અને ગરબાનો કાર્યક્રમ યોજાશે

આહુરાનગરે શ્રી ૧૦૦૮ દિગમ્બર Jain મંદિરજી ખાતે અભિષણ આનોપયોગી મહારાજની પરમ શિષ્યા માતાજીના મંગલ આર્શીવાદથી પધારેલ બા.બા. યજ્ઞાદીદી-બ્રા.બ ગુણગ્યાદીદી અને ધર્મપ્રભા દીદીના સાનિધ્યમાં ૫. સ્નેહલભાઈ અને ૫.નરેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મહાપર્વની આધ્યાત્મીક વાતાવરણ ઉજવણી થઇ હતી. પ્રતિદિન દીદીના માંગલીક પ્રવચનના પ્રતિસાદ રૂપે મોટી સંખ્યામાં શ્રાવકજનો દ્વારા ! પંચમેદ્ર-દશલક્ષણ તેમજ દસ ઉપવાસ વ્રતની આરાધના થઈ હતી. રીપલબેન, કોમલબેન, આયુષબેન, યાશીકાબેન, કવિષાબેન તેમજસનભાઈ જીગ્નેશભાઈ, યોગેશભાઈ કઠીન તપસ્યામાં જોડાયા હતા. પર્વ દરમિયાન રોજ સવારે જિનેન્દ્ર અભિષેક પુજન પૂ.દીદીનું પ્રવચન સાંયકાલ પ્રતિક્રમણ, મહાઆરતી, દશલક્ષણ પર દીદી દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા પરમ પૂ. હતા. સમાજના શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી આચાર્યશ્રી વસુનદી બાળકો, તપસ્વી તેમજ પાઠશાળાના વર્ધસ્વનંદની | ટીચરોનું સન્માન કરાયું હતું.

બુધવારે સવારે આહુરાનગર મંદિરની સવારે ૮ વાગ્યે વાજતે-ગાજતે શ્રીજીની રથયાત્રા યોજાશે. શ્રીજીને રથમાં લઈ બેસવાનો લાહવો સુરેખાબેન જયંતીલાલ મહેતા પરીવાર, રથમાં કુબેરભંડારીનો લાભ રમેશભાઈ જે. ગાંધી પરીવાર તેમજ પાઠશાળાના કળશ બિરાજમાન કરવાનું સૌભાગ્ય સુધીરભાઈ બી. મહેતા પરીવારને મળ્યું છે. દરેક ભાઈઓએ સફેદ તેમજ બહેનોને કેસરી વસ્ત્ર પરીવાન કરવા સમાજના પ્રમુખ શેતલભાઈ જે. મહેતાએ અપીલ કરી છે. સાંજે ક્ષમાપાણી તેમજ ગર ગરબાનો કાર્યક્રમ યોજાશે એમ અશ્વિનભાઈ મહેતાએ જણાવ્યું છે.