Dhoraji: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર સામે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ થઈ રહ્યો છે. ધોરાજીમાં તા. ૧૦નાં મૌન રેલી યોજી આવેદનત્ર પાઠવાશે. જયારે ખંભાળિયા તથા વાંકાનેરમાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. ખંભાળિયા તથા વાંકાનેરમાં આવેદન પાઠવાયું
ધોરાજી હિન્દુ સમાજના આગોનોની મીટીંગ મળી હતી. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં તા. ૧૦નાં સાંજે ૪.૩૦ વાગ્યે મૌનરેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી ડો. પ્રવીણભાઈ ગરબી ચોકથી શરૂ થઈ ડેપ્યુટી કલેકટર ઓફિસે આવેદનપત્ર આપીને પૂરી તશે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે હસ્તક્ષપ કરીને, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવીને કડક પગલાં ભરીને બાંગ્લાદેશનાં હિંદુઓને તાત્કાલિક સુરક્ષા આપવા બાબતે આજરોજ ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજે વાંકાનેર શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ, સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. જેમાં બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવામાં આવે, હિન્દુઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી વિવિધ માંગ સાથે સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીએ એકત્રિત થઈ અચ્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતાં.