Dhari ગીર પૂર્વમાં સરસિયા રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પર બે શખ્સોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી. ‘તું મને નોકરીએ કેમ રાખતો નથી’ તેમ કહી ફોરેસ્ટ ગાર્ડ પર માણાવાવ ગામના બે ભાઈઓ દ્વારા હુમલો કરાતા સારવાર અર્થે ખસેડાયા હતા.

“મને નોકરીમાં કેમ રાખતો નથી..’ કહીને માથાકૂટ કરવા સાથે ઢીકાપાટુંનો બેફામ માર માર્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે, Dhari ગીર પૂર્વની સરસિયા રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પી.એલ. ગોસાઈ પર માણાવાવ ગામના રહેવાસી બે શખ્સોએ જીવલેણ હુમલો કયી હતો. ફોરેસ્ટ ગાર્ડ સવારના સમયે પોતાની ફરજ પરથી ધારી ખાતે પરત ફરી રહ્યા હતા તે વખતે માણાવાવ ગામના વનરાજભાઈ બચુભાઈ વાળા અને તેના સગાભાઈ અજીતભાઈ વાળાએ રસ્તામાં રોકી અને માથાકૂટ કરવા લાગ્યા હતા અને તમે કેમ મને નોકરીમાં રાખતા નથી, જોકે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા કહેલ કે નોકરીમાં રાખવાની સતા મારી નથી, મારા સાહેબની છે, આવું કહેતા જ બંને ભાઈઓ તૂટી પડયા હતા અને ઢીકાપાટુનો બેફામ માર માયી હતો. આ બનાવને લઈને ફોરેસ્ટ ગાર્ડ દ્વારા બે શખ્સો | વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ ની ફરિયાદ નોંધાવતા ધારી પોલીસે કાયદેસરની | કાર્યવાહી હાથ ધરી હતી.