Devayat Khavad: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ત્યારે હવે દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે. જોકે આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. જેને લઈને ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરોનું આયોજન કરાયું હતું. પરંતું દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા. બીજી તરફ, દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા. જેને લઈને હુમલો થયો હોવાનું સામે આવ્યો છે. જોકે, દેવાયત ખવડે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા. તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ બીજા કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. જેને લઈને કાર્યક્રમના આયોજકમાં રોષ જોવા મળ્યો હતો અને હુમલાની ઘટના સામે આવી છે.