PG મેડિકલના ડિગ્રી-ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળવા છતાં પણ રીપોર્ટિંગ ન કરી પ્રવેશ કન્ફમેં ન કરાવનારા ૧૪૩ વિદ્યાર્થીઓની ૨૫- ૨૫ હજાર રૂપિયા ડિપોઝિટ જપ્ત કરવામા આવી છે. આમ પ્રવેશ સમિતિને યુજીમાં લાખો રૂપિયાની ડિપોઝિટ જપ્તીની આવક થયા બાદ હવે પીજીમાં પણ ૩૫.૭૫ લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્તીની આવક થઈ છે.

PG: નિયમ મુજબ ડિપોઝિટ જપ્ત થવા ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ મેરિટમાંથી પણ બાકાત

PG મેડિકલમાં આ આ વર્ષે બેઠકો વધીને ૨૭૦૦થી વધુ થઈ છે અને જેમાંથી સરકારી કોલેજોની ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો બાદ કરતા રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ભરવાની થતી ૨૧૬૩ બેઠકો માટે સ્ટેટ ક્વોટાની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા કરવામા આવી રહી છે.આ વર્ષે ૪૮૦૦થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને જેમાંથી ૪૯૭૦ વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો હતો. પ્રથમ રાઉન્ડમાં ૧૮૯૪ બેઠકોનું એલોટમેન્ટ કરાયુ હતુ અને પ્રથમ રાઉન્ડના અંતે ૯૦૮ બેઠકો ખાલી રહી હતી. બીજા રાઉન્ડ પહેલા નિયમ મુજબ નવુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.જે .જેમાં ૫૦થી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. બીજા રાઉન્ડમાં કુલ ૨૧૦૧| બેઠકોમાં પ્રવેશ ફાળવાયો હતો. જ્યારે ૧૯૫૮ વિદ્યાર્થીએ રિપોર્ટિંગ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.જો કે જનરલ ક્વોટાની ૬૯ બેઠકો નોન એલોટેડ રહી હતી.

જ્યારે બીજા રાઉન્ડમા નોન રિપોર્ટેડ બેઠકો ૧૪૩ બેઠકો છે. આમ બીજા રાઉન્ડના અંતે ૨૧૨ બેઠકો ખાલી પડી છે. સરકારના નિયમ મુજબ બીજા રાઉન્ડમાં પ્રવેશ મળવા છતાં રિપોર્ટિંગ ન કરાવનારા-કન્ફર્મ ન કરાવનારા ૧૪૩ વિદ્યાર્થીઓની ડિપોઝિટ જપ્ત કરાઈ છે.વિદ્યાર્થીઓ પાસેથી રજિસ્ટ્રેશન ફીના ૩ હજાર રૂપિયા અને ૨૫ હજાર રૂપિયા | ડિપોઝિટ સહિત કુલ ૨૮ હજાર રૂપિયા લેવામા આવે છે.જેમાં રજિસ્ટ્રેશન ફી નોન રિફંડેબલ હોય છે પરંતુ વિદ્યાર્થી પ્રવેશ કન્ફર્મ કરી દે તો ૨૫ હજાર ડિપોઝિટ રીફંડ કરી દેવામા આવે છે.પરંતુ ૧૪૩ વિદ્યાર્થીઓની ૨૫ હજાર રૂપિયા ડિપોઝિટ જપ્ત કરાઈ છે અને તમામ ૧૪૩ વિદ્યાર્થીને મેરિટમાંથી | બાકાત કરવામા આવ્યા છે. પ્રવેશ સમિતિને ડિપોઝિટ જપ્તની લીધે વધુ ૩૫.૭૫ લાખ રૂપિયાની આવક થઈ છે.