Kutch: રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ફેલાયેલા શંકાસ્પદ તાવના કેસોને રિસર્ચ માટે ડેટાબેઝ અને ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. તાવના આ કેસોમાં અન્ય પ્રકારની જેમ ન્યૂર્મોનિયા પણ જોવા મળ્યો છે. સાત ગામમાં કુલ ૧૭નાં મોત થયાં છે. કેસોના રિસર્ચ માટે ડેટાબેઝ તેમજ ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાનો આરોગ્ય વિભાગના નિર્ણય

Kutch: રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। તાવ કે જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોનું સ્કેનિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ આખા જિલ્લા કે તાલુકામાં નહીં, માત્ર કેટલાક ગામોમાં જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ તાવના કેસમાં સારવાર માટે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે.

કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને તાવના કેસોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ઈન્ફેક્શન ડિસીઝ કન્ટ્રોલ નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાયે અબડાસા અને લખપત તાલુકામાં નવા કેસ અને માનવ મૃત્યુની સ્થિતિથી વાકેફ કરીને રીસર્ચ પ્રમાણે એ કેસમાં શું સારવાર કરી શકાય તે અંગે નિષ્ણાંતોએ બનાવેલા ટ્રીટમેન્ટ પ્રોટોકોલની માહિતી આપી હતી.