Jamnagarમાં સાધના કોલોનીમાં હજુ ૧૫ જર્જરીત બિલ્ડિંગો ઉભા હોઈ તાત્કાલિક દૂર કરવા કાર્યવાહીની માંગ કરાઈ છે. જર્જરીત બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય તેમ છે. વળી આ ખાલી બિલ્ડિંગ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે.

Jamnagar: ખાલી બિલ્ડિંગ બન્યા છે અસામાજિક તત્ત્વોનો અડ્ડો

Jamnagar શહેરમાં સ્થિત સાધના કોલોનીમાં જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક ધોરણે દૂર કરવાની માંગ ઉઠી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના આદેશથી કેટલીક બિલ્ડિંગોને જર્જરિત જાહેર કરીને ખાલી કરાવવામાં આવી હતી. જોકે, હજુ પણ ઘણી બિલ્ડિંગો જર્જરિત હાલતમાં ઉભી છે. આ બિલ્ડિંગો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે, જેના કારણે રહેવાસીઓ અને રાહદારીઓના જીવનને જોખમ સર્જાયું છે. ખાલી પડેલી ૧૫ જેટલી બિલ્ડિંગોમાં આવરા ।

તત્વોનો વસવાટ વધી રહ્યો છે, જેના કારણે ચોરી, દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે. સાધનાકોલોનીમાં સ્થિત એસો. ઓફિસ અને મંદિરમાં પણ ચોરીની ઘટનાઓ બની છે. સ્થાનિક રહેવાસીઓએ જામનગર મહાનગર પાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રહેવાસીઓનું કહેવું છે કે, જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.