યાત્રાધામ Dwarkaમાં સુપ્રસિધ્ધ જગતમંદિર નજીક કોઈ ઈસમો દ્વારા કથિત રીતે ગેરકાયદેસર વાહન પાર્કિંગ ચલાવવામાં આવતું હોવા અંગે દ્વારકા પ્રાંત અધિકારીને ફરિયાદ કરાઇ છે. આસપાસ રહેણાંક વિસ્તારનાં લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હોવાની પ્રાંત અધિકારીને ફરિયાદ
Dwarka: જગત મંદિર નજીક ગેરકાયદે પ્રવૃત્તિનો આક્ષેપ
પ્રાપ્ત વિગત અનુસાર Dwarkaના જાગૃક નાગરિક દ્વારા તાજેતરમાં પ્રાંત અધિકારીને લેખીત ફરિયાદ કરી જણાવાયું કે જગત મંદિર નજીક ગોહેલવાળી ગલીમાં અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રાઈવેટ વાહન પાર્કિંગ ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આવા કથિત રીતે ગેરકાયદેસર રીતે ચલાવાતા પાર્કિંગ અંગે યોગ્ય ચકાસણી કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા આ મામલે ગંભીરતા દાખવી દ્વારકા મામલતદાર કચેરી, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા દ્વારકાના પી.આઈ.ને સીઆરપીસીની કલમ ૧૩૩ હેઠળ કરવા યોગ્યછે કે કેમ? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. નાનકડા એવા દ્વારકા શહેરમાં બનેલ બનાવ પ્રબુધ્ધ નાગરિકોમાં તેમજ સ્થાનિકોમાં ભારે ચર્ચાસ્પદ બની ગયો છે.