ડાંગના પર્વતારોહક ભોવન રાઠોડે ૧૭,૫૦૦ ફિટની ઊંચાઇનાં કાબરૂ શિખરની ટોચ પર દેશનો તિરંગો લહેરાવી નવો રેકર્ડ પ્રસ્થાપિત કર્યો.

ડાંગ (ગુજરાત). ગુજરાત સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે ઉપબલ્ધ એડવેન્ચેર કોર્સ, બેઝિક કોર્સ, એડવાન્સ કોર્સ, કોચિંગ કોર્સ અને રોક ક્લાંઇબિંગ કોર્સમાં સફળતાપૂર્વક ભાગ લઇ ડાંગનો યુવા પર્વતારોહક ભોવન રાઠોડ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન લઇ પર્વતારોહકની વિવિધ તાલીમ લઇ રહ્યો છે.

ભોવાન રાઠોડ હાલમાં જ હિમાલય માઉન્ટેન ઈન્સ્ટિટ્યૂટ-દાર્જિલિંગ ખાતે તાલીમ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તાલીમમાં પસંદગી પામ્યો છે. ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના ભોવન રાઠોડને પર્વતારોહકની તાલીમ માટે પશ્ચિમ બંગાળ અને ભારત સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રી હસ્તક ચાલતી પર્વતારોહક સંસ્થાન HMI હિમાલય માઉન્ટેન ઇન્સિટ્યૂટ, દાર્જિલિંગ ખાતે પસંદગી થઇ હતી.

અહિં ટ્રેનિંગ બાદ ૧૩ કિલોમીટર શિખર રનિંગ ચડાણ વેટ લોડ ફેરીમાં હાઈ અલ્ટિટુટ પર ૩ કલાકમાં પૂરી કરવાની હતી. તેમાં ભોવાન રાઠોડ ૧૬ કીલો અને ૭૦૦ ગ્રામના વજન સાથે માત્ર ૨ કલાકમાં જ રનિંગ પૂર્ણ કરી નવો રેકર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

 ભોવાન રાઠોડે ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઇના કાબરૂ શિખરની ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો. આ શિખર સર કરતા ભોવાન રાઠોડને ગુજરાત સરકાર ૩૦ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે.

ઉલ્લેખનીય છે કે, ભોવાન રાઠોડ બીએસએફ, આર્મી, નેવી કમાન્ડોની પહેલી ટીમમાં પસંદગી થઇ નવો રેકર્ડ પ્રસ્થાપિત કરતાં, તેઓની ગ્લેસિયર ખાતે માઉન્ટ એવરેસ્ટ માટેની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવેલ છે. ગ્લેસશિયરમાં આખું શરીર જામ કરી નાખે તેવી ઠંડી તેમજ ચઢાણ વખતે સ્નો ફોલના કરાણે વારંવાર અડચણો આવતી હોય છે. સાથે ઊંચાઇ ઉપર પાતળી હવા હોય છે. તેમજ હાડ ધ્રુજાવી નાખે તેવી ઠંડીમાં રહીને પણ તેઓ રાજ્ય અને દેશનું નામ ઊંચું કરવા સખત તનતોડ મહેનત કરી રહ્યા છે.