Damanમાં દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના એ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બની છે. ખાસ કરીને, જે પ્રકારના ઘટનાઓ વારંવાર બની રહી છે, તે સ્થાનિકો માટે અનેક પ્રકારના ખતરો ઊભા કરે છે.
Damanમાં ડમ્પીંગ સાઈટની આગની સામાન્ય આડઅસરો માત્ર પ્રદૂષણ અને દૂષણ માટેની સમસ્યાને જ વધારતી નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ મોટી ચિંતાનું વિષય બની રહી છે. ધુમાડો અને દુર્ગંધના કારણે શ્વાસની સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત અસરો વધારે છે, જે ચિંતાની બાબત છે.

કચરાના ઢગમાં આગ લાગવાને કારણે વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતા જાય છે. આથી, તે સ્થાનિક લોકોના રોજિંદા જીવનને ગંભીર અસર પહોંચાડી રહ્યું છે.
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આ આગ કોઈને જાણીબૂઝીને ઈરાદાપૂર્વક લગાવાઈ રહી છે? કે પછી આ ડમ્પિંગ સાઈટની સંભાળ રાખતી એજન્સી જાતે જ આગ લગાડી રહી છે, તે પણ તપાસનો વિષય છે.

આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક તપાસની માંગ કરી છે અને કડક પગલાં લેવા માટે માંગણી કરાઈ છેય આ માટે જવાબદાર તંત્રને કાર્યરત રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી આ પ્રકારના આકસ્મિક બનાવો અટકાવી શકાય.
આ પણ વાંચો..
- સહકારી પ્રવૃત્તિને મળશે પ્રાધાન્ય, પ્રથમવાર APMC ખંભાળિયા ખાતે શરૂ કરાયું સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ
- ભાજપના કાર્યકર BJPથી નારાજ, Aam Admi Party આવી ભાજપ કાર્યકરના સપોર્ટમાં
- Mehsana: પંચાયતની ચૂંટણી જીતીને છોકરી બની સરપંચ, 10 દિવસ પછી જાણવા મળ્યું કે તે ….
- Gujaratના સ્વામિનારાયણ સંપ્રદાયે 180 કરોડમાં ચર્ચ ખરીદ્યું, 200 કરોડ ખર્ચ્યા અને બનાવ્યું મંદિર
- Gujaratનું સહકારી મોડેલ મહિલા સશક્તિકરણ માટે બન્યું આદર્શ, વાર્ષિક આવકમાં 43% નો અદભુત વધારો