Dahod: ગુજરાતમાં એસટી બસના અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. આજે (31મી ઑગસ્ટ) દાહોદ જિલ્લાના સંજેલી નજીક વાંસીયા ગામે બે એસટી બસો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. વરસાદી વાતાવરણ અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બંને બસના ડ્રાઈવરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેઓને હોસ્પિટલમાં ખસેડાયા છે.
બસોને ભારે નુકસાન
મળતી વિગતો અનુસાર, સંજેલીથી ઝાલોદ જતી અને ઝાલોદથી સંજેલી આવતા માર્ગ પર બે એસટી બસો એકબીજાથી અથડાઈ ગઈ હતી. ટક્કરથી બંને બસોને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતા તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે વરસાદી વાતાવરણ અને ધુમ્મસ મુખ્ય કારણ રહ્યાં હતાં.
ગઈ કાલે પણ બે અકસ્માત
ઉલ્લેખનીય છે કે શનિવારે (30મી ઑગસ્ટ) એસટી બસના બે અલગ અલગ અકસ્માત થયા હતા. સુરતના બારડોલી નજીક મુસાફરો ભરેલી એસટી બસ રોડ પરથી પલટી મારી ગઈ હતી. બસની અંદર બેઠેલા મુસાફરો કાચ તોડી બહાર નીકળ્યા હતા. બસના આગળના ભાગને નુકસાન થયું હતું. ઘટના બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
તે જ રીતે રાજકોટ–કાલાવડ રોડ પર નિકાવા ગામ પાસે એસટી બસ રસ્તા કિનારે ઉભેલી બોરવેલ મશીન સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને તરત જ કાલાવડ સિવિલ અને રાજકોટની મોટી હોસ્પિટલોમાં ખસેડાયા હતા.
આ પણ વાંચો
- Gujarat: ‘મનરેગા’માં કામદારોની છટણી અને ચુકવણીમાં વિલંબને કારણે નોકરીઓમાં ઘટાડો
- Chhota Udaipur: ગેરકાયદેસર રેતી ખનન પર ‘જાહેર દરોડા’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઘર્ષણ
- IPL auction 2026: RR એ રવિ બિશ્નોઈને ₹7.20 કરોડમાં ખરીદ્યો, KKR એ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો
- રાજદ્વારી પાઠ્યપુસ્તકમાંથી સીધો ફોટો… pm Modi અને જોર્ડનના ક્રાઉન પ્રિન્સનો આ ફોટો ઘણું બધું કહી જાય છે
- Surat Crime News: માતા-પિતાનું ઘર છોડ્યા પછી, વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી.





