Dahod Fire: ગુજરાતના દાહોદ જિલ્લાના ચિલાકોટા ગામમાં 6 મેના મંગળવાર રોજ વહેલી સવારે અનેક કાચાં ઘરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ ફાયર ટેન્ડરો આગને કાબુમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં વિશાળ આગ ઘરોને ઘેરી લેતી જોવા મળે છે. સ્થળ પર હાજર સ્થાનિક લોકો આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભારે વરસાદ અને ભારે પવનને કારણે અચાનક આગ લાગી હોવાની શંકા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
દરમિયાન આગમાં જે લોકોના ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા હતા તેમને નજીકની પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. વડોદરા શહેરનો વિસ્તાર થતો હોવાથી, બહુમાળી ઇમારતોની સંખ્યા પણ વધી રહી છે. 2013માં મ્યુનિસિપલ કોર્પોરેશને બહુમાળી ઇમારતોમાં આગ બચાવ માટે 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદ્યા હતા. આમાંથી એક રૂ. 9 કરોડની કિંમતનું અને ફિનલેન્ડથી ખરીદેલું. મકરપુરા GIDC ફાયર સ્ટેશનમાં મૂકવામાં આવ્યું હતું.