Dahod જિલ્લાના ધાનપુર તાલુકાના એક ગામમાં ૧૭ વર્ષની સગીરાનું તેના પ્રેમીના ભાઈએ અપહરણ કર્યું હતું બાદમાં સગીરા પર તેના પ્રેમીએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

Dahod: બે સગા ભાઈ સામે પોલીસે ગુનો નોંધ્યો

દેવગઢ બારીયાના નગવાવા ગામે રહેતો અનીલ ભોપતભાઈ પરમાર અને ધાનપુર તાલુકામાં રહેતી ૧૭ વર્ષની સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. તા. ૨૬મી નવેમ્બરના રોજ સગીરાના પ્રેમી અનીલના ભાઈ શૈલેષ ભોપતભાઈ પરમારે સગીરાને પોતાની બાઈક પર બળજરીપુર્વક બેસાડી અપહરણ કરી પ લઈ જઈ પોતાના ભાઈને સોંપી દીધી હતી.

ત્યાર બાદ અનીલે સગીર વયની પ્રેમિકાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા પોતાના ઘરે આવ્યાં બાદ ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરતાં અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાની માતાએ બંન્ને ભાઈઓ વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંને ભાઈઓની તપાસ હાથ ધરી છે.