દીવના નાગરિક રહેણાંક વિસ્તારમાં આવેલી એક હોટલમાં રાત સુધી D.J.ની – ધમાલ સાથે નાચગાન – મુજરાની મહેફીલ પર પોલીસે ત્રાટકી ૧૯ની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

આઠ મહિલા, નવ પુરૂષો અને એક કિન્નર, હોટલ મેનેજરની અટક કરી ગુનો નોંધ્યો, રૂા. ૪૦૬૦૦ કબજે

અહીંની કારવા મસ્જિદ પાસેના | નાગરિક રહેણાંક વિસ્તારમાં આવેલી હોટલ તુલીપમાં રાત્રે D.J ના ધૂમ ધડાકા સાથે ડાન્સ – મુજરાની મહેફીલ જામી હતી. જે આસપાસના વિસ્તારના રહેવાસીઓ માટે વિક્ષેપ યુક્ત બની હતી.

આથી કોઈએ પોલીસને બાતમી આપતા પોલીસે ઓચિંતો દરોડો પાડતા અહીં ચલણી નોટોના વરસાદ સાથે નૃત્ય મુજરાની રમઝટ હતી. આ બાબતે એસ.ડી.પી.ઓ.એ આઠ મહિલાઓ, નવ પુરૂષો, એક ટ્રાન્સજેન્ડર કિન્નર તેમજ હોટલના કિન્નર સામે ધોરણસરની કાર્યવાહી કરી રૂા. ૪૦,૬૦૦ની રોકડા અને અન્ય વસ્તુઓ સાથે અટકાયત કરી હતી. આ ઘટના બનતા દીવ વિસ્તારમાં ચર્ચા જાગી છે.