રાજકોટ, શનિવાર જવલ્લે જ સર્જાતા પ્રકૃતિના રૌદ્રરૂપ એવા Cyclone દાયકાઓ બાદ ગુજરાતમાં સર્જાયું છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં Cyclone સર્જાય છે અને ગતિ અને તીવ્રતા વધારતું તે સૌરાષ્ટ્રના કચ્છ, દ્વારકા કે વેરાવળ સહિત દરિયાકાંઠે ત્રાટકે છે અને જમીન આ વર્ષે પર લેન્ડફોલ થયા બાદ નબળુ પડતું હોય છે. પરંતુ, આપ્રથમવાર ‘અસ્ના’ (શ્રીલંકાની સિંહાલીઝ ભાષાનો શબ્દ, અર્થ થાય છે ક્રોધ) વાવાઝોડુ તેના પ્રારંભિક રૂપ ડીપ ડીપ્રેસન સ્વરૂપે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર આવીને આ ધરતીને ધમરોળીને કચ્છના કાંઠે Cycloneમાં ફેરવાયુ છે. મૌસમ વિભાગ અનુસાર કલાકના 15 કિ.મી.ની ઝડપે આગળ વધીને તે આજે નલિયાથી ૪૬૦ કિ.મી.થી વધારે દૂર પહોંચી ગયું.
ગુજરાત પર ચક્રવાતનો ખતરો ગયો, વરસાદનો નહીં: કાલથી ફરી ભારે વરસાદની ચેતવણી જારી
તા.૧ સપ્ટેમ્બરે સવારે | આ Cyclone દરિયામાં ગુજરાતમાં હતું તેવું ડીપ ડીપ્રેસનમાં અને સાંજ સુધીમાં વધુ નબળુ પડીને ડીપ્રેસનમાં ફેરવાશે. જો કે આજે ગુજરાતના બંદરો પર ગઈકાલ | કરતા ઓછો ભય દર્શાવતા ચેતવણીસૂચક | સિગ્નલો જારી રખાયા છે. પરંતુ, ખતરો એકંદરે ટળ્યો છે.
જો કે વાવાઝોડાના પ્રારંભિક રૂપની અસરરૂપે સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારો ટાણે જ ધોધમાર વરસાદ વરસી ગયો છે. હવે વાવાઝોડાનો ખતરો ટળ્યો પણ ભારે વરસાદ માટે હજુ તૈયાર રહેવું પડે તેમ છે. આજે જ મૌસમ વિભાગની આગાહી અનુસાર આવતીકાલે
પંચમહાલ, દાહોદ સહિત વિસ્તારમાં સોમવાર તા.૨ના સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત | તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારે | વરસાદની અને રાજ્યના બાકીના રાજકોટ, અમદાવાદ, જામનગર, પરબંદર, ગાંધીનગર સહિત મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદની ચેતવણી | જારી કરાઈ છે.
આશ્ચર્યજનક વાત એ છે કે વાવાઝોડા જેવા વર્તુળાકાર ઘુમરાતા વિશાળ એન્જીનને ગરમ-ભેજયુક્ત હવાનું ઈંધણ જોઈએ અને તે સમુદ્રમાં મળી રહે છે તેથી વાવાઝોડા મોટાભાગેસમુદ્રમાં જ સર્જાતા હોય છે અને જમીન પર ત્રાટકે છે. જાણકારોના મતે દેશમાં છેલ્લે ૧૯૭૬માં આવું થયું હતું. પરંતુ, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ઉપર સંભવતઃ પ્રથમવાર જ વાવાઝોડુ તેના પ્રારંભિક સ્વરૂપે દરિયાઈ માર્ગે નહીં પણ જમીન માર્ગે મધ્યપ્રદેશ તરફથી આવ્યું છે અને રાજ્યની ધરતી પર તાકાત મેળવીને તે ચક્રવાતમાં ફેરવાઈને સમુદ્રમાં સમાવા આગળ વધી રહ્યું છે. ગત વર્ષે કચ્છ ઉપર બપોરજોય નામક અતિ પ્રચંડ વાવાઝોડુ દરિયામાંથી આવીને ત્રાટક્યું હતું, આ વખતે કચ્છમાંથી ડીપ ડીપ્રેસન દરિયામાં જઈને વાવાઝોડામાં ફેરવાયેલ છે! ક્લાઈમેટ સતત બદલાઈ રહ્યું છે.