Cybercrime: જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલી શ્રીજી કંપની સાથે કોઈ સાઇબર ઠગે બોગસ ઈ-મેલ આઈડી નો દૂર ઉપયોગ કરીને ફલોટિંગ ક્રેઇન માટેનું જરૂરી ઓઇલ મોકલવવા માટેનું કોટેશન મંગાવી તેનું પેમેન્ટ પોતાના ખાતામાં જમા કરાવી લઇ શિપિંગ કંપનીને માલ નહીં મોકલી ૮ લાખ ૬૩ હજાર થી વધુ ની છેતરપિંડી કરી હતી. બોગસ ઈ-મેઇલ આઇડી થકી ફ્લોટીંગ ક્રેઇન માટેનું જરૂરી ઓઈલ મોકલવા માટેનું ક્વોટેશન મંગાવી પેમેન્ટ મેળવી માલ ન મોકલી ઠગાઈ કરી.
Cybercrime: જે અંગેની ફરિયાદ જામનગરની ખાનગી કંપનીના પરચેસ એક્ઝિટિવ પ્રતીક ચંદ્રેશભાઈ ઓઝા દ્વારા જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. સાઇબર ક્રાઈમ પોલીસે બોગસ ઈમેલ આઈડીનો ઊપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરનાર સામે ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કયો છે.
ચિટર શખ્સ દ્વારા કંપનીને ફલોટીંગ ઓઇલ મોકલવા ના બહાને ડીલિંગ કરી તે અંગેની ૮,૬૨,૧૮૪ ની રકમ બેંક મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને આજ દિન સુધી માંગ્યા મુજબ નો માલ સામાન કે રૂપિયા પરત મોકલ્યા ન હોવાથી આખરે ઉપરોક્ત મેઈલ આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવાઈ છે, જે અજાણ્યા શખ્સની શોધખોળ ચલાવાઇ રહી છે.