Amreli કોઈપણને મકાન ભાડે આપ્યા બાદ પોલીસમથકમાં ભાડાકરાર સાથે જાણ કરવી ફરજિયાત હોવા છતાં અહીં આવી કોઈએ કાળજી ન લેતાં પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવ કરીને ઝૂંબેશ આદરતા નોંધણી કરવામાં નિષ્કાળજી રાખનારા આઠ મકાન માલિકો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.
Amreli: પરપ્રાંતીયોને મકાન ભાડે આપતા ગુનો આચરી નાસી જતાં હોવાથી પોલીસે કરી સ્પેશ્યલ ડ્રાઈવ
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી, એસ.ઓ.જી. પોલીસે ભાડે મિલ્કતો | આપનાર સામે લાલ આંખ કરેલ | હતી.જેમાંશહેરમાં અલગ-અલગ જગ્યાએ ભાડે આપેલા મકાનોએ પોલીસ પહોંચી હતી. અને ચેક કરતા મકાન માલીક કે પરપ્રાંતિય વ્યક્તિઓએ ભાડૂઆત અંગેની વિગત સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે કરાવેલ ન હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ મકાનમાલિકે મકાન ભાડે આપ્યાના એક અઠવાડિયામાં ભાડા કરાર સાથે અને પોલીસ મથકના નિયત ફોર્મ સાથે તમામ વિગતો | પોલીસ મથકે નોંધાવવી ફરજિયાત હોય છે. આ માટે અમરેલી જીલ્લા મેજી. દ્વારા ભાડૂઆત નોંધણી કરાવવા અંગે જાહેર કરેલ જાહેરનામુ પણ બહાર પાડયું છે.
જેનો ભંગ કરી ગુનો કરેલ હોય તેવા કંસારા બજારમાં આવેલ ફેરીયાપામાં ઘંટીવાળી શેરીમાં રહેતા | મુસાભાઈ ઈબ્રાહીમભાઈ મંડલ,આઈ.ટી.આઈ કોલેજની સામે રહેતા હિમ્મતભાઈ આણંદભાઈ સોળીયા, મારૂતીનગર, શેરી નં.૩, માં રહેતા દેવેન્દ્રભાઈ પોપટભાઈ શેલડીયા, ગોકુલધામ સોસાયટીમાં રહેતા જયરાજભાઈ દિલિપભાઈ વર્ણાગર, કેરીયા રોડ ભોજલપરા તુલસીવીલા સોસાયટીમાં રહેતા મગનભાઈ હીરજીભાઇ રાદડીયા, સવજીપરા રોડ જુના દવાખાના પાછળ રહેતા રહીમભાઈ કાસમભાઈ ચોકીયા, ચકકરગઢ રોડ ઉપર આવેલ સરદારનગર શેરી નંબર ૫-માં રહેતા વલ્લભભાઈ ડુંગરભાઈ ધાનાણી તથા સ્વામીનારાયણ નગર-૨ રામાણીની વાડી પાસે રહેતા લાલજીભાઈ બચુભાઈ પોપટાણી સહિત આઠ મકાન માલિક વિરુધ્ધ બી એન એસ કલમ – ૨૨૩ હેઠળનો ગુનો દાખલ કરી અમરેલીસીટી તેમજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.