Jamnagarના જાણીતા એવા પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને આજે વિજ્યા દશમીના પર્વે જામનગરના મહારાજ શત્રુશલ્યસિંહજીએ પોતાના વારસદાર તરીકે જાહેર કરીને પોતાની મુંઝવણમાંથી ઉકેલ મળ્યો હોવાનું જાહેર કર્યું હતું.

અજય જાડેજાએ મારા વારસદાર તરીકેનો સ્વીકાર કરીને મારી મુંઝવણનો ઉકેલ આપ્યો છેઃ જામસાહેબ
ભારતના ખ્યાતનામ પૂર્વ ક્રિકેટ | ખેલાડી અને મુળ Jamnagarના વતની જામસાહેબના પરિવારના જ સભ્ય એવા / અજયસિંહ જાડેજાને પોતાના વારસદાર તરીકે જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હોવાનું આજ રોજ દશેરાની વધામણી સાથે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ જાહેર કર્યું હતું તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દશેરાનો દિવસ એ દિવસ તરીકે માનવામાં આવે છે કે પાંડવોએ ૧૪ વર્ષ પોતાના અસ્તિત્વને છુપાવીને સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો.

એજ પ્રકારે આજે દશેરાના દિવસે મને તેવો જ આનંદ થાય છે કારણ કે મને એક મારી મુંઝવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે. જેણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદારૂપ છે. હું અજય જાડેજાનો હાર્દિક આભાર વ્યકત કરું છું. તેવા નિવેદન સાથે જામનગરના મહારાજા અને જામસાહેબ ઓફ નવાનગર શત્રુશલ્યસિંહજીએ જાહેર કર્યું હતું.