Aam aadmi partyના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. પરંતુ આજે કોર્ટે એસીબીએ માંગેલા રિમાન્ડ નામંજૂર કર્યા અને એસીબી સમક્ષ ખુલાસો માંગ્યો. આ મુદ્દા પર કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાના વકીલ તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી Gopal italiaએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરતમાં જે Aam aadmi partyના કોર્પોરેટર પર ભ્રષ્ટાચારનો કેસ થયો છે તે તદ્દન ખોટો ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદઇરાદા પ્રેરિત કેસ છે. અને આવા ખોટા કેસમાં એન્ટીકરપ્શન બ્યુરોએ વિપુલભાઈ સુહાગીયાની ધરપકડ કરી છે. અને આજે એસીબીએ વિપુલભાઈ સુહાગીયાને કોર્ટમાં રજૂ કર્યા અને દલીલો અને પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યા. અમે પણ વિપુલભાઈ સુહાગીયા તરફથી રજૂઆતો કરી જણાવ્યું કે કઈ રીતે આ ખોટો કેસ છે અને કઈ રીતે આ રાજકીય અને બદઈરાદા સાથે કરવામાં આવેલ કેસ છે. અમે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે વિપુલભાઈને ફસાવવામાં આવ્યા છે.

આ તમામ દલીલો નામદાર કોર્ટે ધ્યાનમાં લીધી અને એસીબીએ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ અમારી દલીલોને ધ્યાનમાં લેતા નામદાર કોર્ટે એક પણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા નથી. આ ઉપરાંત નામદાર કોર્ટે એસીબી સમક્ષ ખુલાસો માંગ્યો છે કે શા માટે ધરપકડ કરવામાં આવી છે? આ આ કેસની સૌથી મોટી પહેલી સફળતા છે અને ન્યાયની જીત છે.

એક નિર્દોષ માણસને ભ્રષ્ટાચારના ખોટા કેસમાં ફસાવીને પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ નામદાર કોર્ટે તેમની પાસે ખુલાસો માંગ્યો છે. તે દર્શાવે છે કે સત્તાધીશો સાથે જોડાયેલા જે પણ કોન્ટ્રાક્ટરો છે, તેમણે ષડયંત્ર રચીને વિપુલભાઈ અને જીતુભાઈને ફસાવવાનું કામ કર્યું છે. આજે પહેલા દિવસથી જ આ ષડયંત્રનો ભાંડો ફૂટવાનું શરૂ થઈ ગયું છે. આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં વધુ ભાંડા ફૂટશે અને અમને ન્યાય મળશે.